જમ્મુ એરફોર્સ સ્ટેશન પાસે ફરી ડ્રોને દેખા દીધી, સુરક્ષાદળો એલર્ટ પર

જમ્મુ એરફોર્સ સ્ટેશન પાસે ફરી ડ્રોને દેખા દીધી, સુરક્ષાદળો એલર્ટ પર

નવી દિલ્હી,તા.15.જુલાઈ.2021

જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત જમ્મુ એરબેઝ નજીક ડ્રોન દેખાયુ હતુ.જે પછી સુરક્ષાદળો એલર્ટ પર આવી ગયા હતા.

મળતી વિગતો પ્રમાણે આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમા પર અરનિયા તેમજ હીરાનગર સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોનની શંકાસ્પદ હીલચાલથી હડકંપ મચ્યો હતો.અરનિયા સેક્ટરમાં બીએસએફના જવાનોએ લાલ રંગની લાઈટ આકાશમાં જોતાની સાથે જ ફાયરિંગ શરુ કર્યુ હતુ.એવુ કહેવાય છે કે, આ પાકિસ્તાની ડ્રોન હતુ.જેને ભગાડી દેવાયુ હતુ.બીજી તરફ કઠુઆના હીરાનગર સેક્ટરમાં પણ સ્થાનિક લોકોએ ડ્રોન જેવા અવાજો સાંભળ્યા હતા.આકાશમાં પીળા રંગની લાઈટ પણ દેખાઈ હતી.બંને જગ્યાએ ચેકિંગ કરાયુ હતુ પણ કોઈ બીજી કડી હાથ લાગી નહોતી.

અરનિયા સેક્ટર ડ્રોનની હિલચાલને લઈને સંવેદનશીલ બની ગયુ છે.બે જુલાઈએ પણ આ વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન ઘૂસી આવ્યુ હતુ અને તેના પર જવાનોએ ફાયરિંગ કર્યુ હતુ.

આતંકવાદીઓની ઘૂસણખોરીને સેના નિષ્ફળ બનાવી રહી છે ત્યારે હવે પાકિસ્તાને ડ્રોનની હિલચાલ વધારીને ભારતને પરેશાન કરવાનુ શરુ કર્યુ છે.જેની શરુઆત 27 જુને જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલા વડે થઈ હતી.આ ડ્રોનમાંથી વિસ્ફોટકો લોન્ચ કરવામાં આવ્યા હતા.

Share: