×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જંતર-મંતર પર મોટું પ્રદર્શન, હજારો ખેડૂતો આવ્યા કુસ્તીબાજોના સમર્થનમાં , રાકેશ ટિકૈત પણ પહોંચ્યા



છેલ્લા બે અઠવાડિયાથી ભારતીય કુશ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર WFIના વડા બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણી મામલે વિરોધ કરી રહ્યા છે. આ હડતાળનો આજે 15મો દિવસ છે. હવે ધીમે ધીમે ખેડૂતો પણ આ હડતાળમાં જોડાઈ રહ્યા છે. 

હરિયાણા અને પંજાબના હજારો ખેડૂતો જંતર-મંતર પહોંચ્યા છે. આ પહેલા બૃજભૂષણે એક વીડિયો જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે જો મારી સામેનો એક પણ આરોપ સાબિત થશે તો હું પોતાની જાતે ફાંસો ખાઈ લઈશ. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જેવા સ્ટાર કુસ્તીબાજોના નેતૃત્વમાં કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બૃજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે. 

રાકેશ ટિકૈત પણ જંતર-મંતર પહોંચ્યા

ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ જંતર-મંતર પહોંચી ગયા છે. તે કુસ્તીબાજોને પણ સપોર્ટ કરી રહ્યા છે. રાકેશ ટિકૈતે કહ્યું છે કે અમે શાંતિપૂર્ણ રીતે મહાપંચાયત કરી રહ્યા છીએ. જો પોલીસ ખેડૂતોને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન લઈ જશે તો તે જ પોલીસ સ્ટેશનમાં મહાપંચાયત યોજાશે. ખેડૂતો અને ખાપ દ્વારા દિલ્હી કૂચની જાહેરાત બાદ પોલીસે જંતર-મંતર તેમજ દિલ્હી-હરિયાણાની તમામ સરહદો પર તેની ગતિવિધિ વધારી દીધી છે. ખાસ કરીને સિંઘુ બોર્ડર અને ટિકરી બોર્ડર પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.

આજે સાંજે કેન્ડલ માર્ચ કરવામાં આવશે

ખેડૂતો અને ખાપ પંચાયતના પ્રતિનિધિઓ આજે દિલ્હી પહોંચશે. કુસ્તીબાજો વતી સમર્થનમાં આવેલા લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી. પોલીસનો સહકાર પણ માંગવામાં આવ્યો છે. કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે બુધવારે રાત્રે થયેલી ઝપાઝપીને કારણે મોટી સંખ્યામાં સમર્થકો આવવાની ધારણા છે. આજે સાંજે 7 વાગ્યે દેશભરમાં કુસ્તીબાજોના સમર્થનમાં કેન્ડલ માર્ચ કરવામાં આવી છે. આ સાથે જ હડતાળની રૂપરેખા તૈયાર કરવા માટે કુસ્તીબાજો વતી એક સમિતિની રચના કરવામાં આવી છે. બીજી 11થી 18 મે સુધી દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે. 

બ્રિજભૂષણે વીડિયો સંદેશ જાહેર કર્યો

આ દરમિયાન હવે બૃજભૂષણે એક વીડિયો જાહેર કર્યો છે. બૃજભૂષણે કહ્યું કે 'કોઈ પણ છોકરી જે રેસલિંગ કરે છે તેને પૂછવું જોઈએ કે શું આ આરોપો સાચા છે અને જો તે હા કહે છે તો પછી તમે જે ઈચ્છો તે કરો. આ મામલાની તપાસ પૂરી થશે કારણ કે હું મારી જાતને જાણું છું. 12 વર્ષમાં મેં કોઈ બાળકને ખોટી નજરે જોયું નથી. હું ચાર મહિનાથી લોકોના અપશબ્દો સાંભળી રહ્યો છું. પહેલા દિવસે પણ મેં કહ્યું હતું કે એક પણ આરોપ સાબિત થાય તો હું ફાંસો ખાવા તૈયાર છું અને આજે પણ હું એ જ કહું છું.