છોકરીઓ એવા ગંદા કપડા પહેરીને નીકળે છે કે પૂરેપૂરી શુપર્ણખા લાગે છે, ભાજપ નેતાનું વિવાદિત નિવેદન

છોકરીઓ એવા ગંદા કપડા પહેરીને નીકળે છે કે પૂરેપૂરી શુપર્ણખા લાગે છે, ભાજપ નેતાનું વિવાદિત નિવેદન

image : Twitter

ભાજપના રાષ્ટ્રીય મહાસસચિવ કૈલાશ વિજયવર્ગીયએ ફરી એકવાર તેમના નિવેદનને કારણે વિવાદ સર્જ્યો છે. આ વખતે સોશિયલ મીડિયા પર હનુમાન જયંતિના અવસરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં કૈલાશ વિજયવર્ગીય કહી રહ્યા છે કે કેટલીક મહિલાઓ એવા કપડાં પહેરીને નીકળે છે કે મન કરે છે કે તેમને કારમાંથી ઉતારીને લાફો મારી દઉ. તે સંપૂર્ણપણે શુપર્ણખા જેવી જ લાગે છે. 

જુઓ તેમણે શું કહ્યું… 

આ વીડિયોમાં કૈલાશ કહેતા સંભળાય છે કે હું ક્યારેક ક્યારેક જોઉં છું. હું આજે પણ જ્યારે નીકળું છું, ભણેલા-ગણેલા યુવાનો, બાળકોને ફરતા જોઉં છું તો ખરેખર એવી ઈચ્છા થાય છે કે 5-7 એવી ચોંટાડું કે તેમનો નશો જ ઉતરી જાય. સત્ય કહું છું, ભગવાનના સોગંદ. હનુમાન જયંતિ પર જૂઠ નહીં બોલું. છોકરીઓ પણ એટલા ગંદા કપડાં પહેરે છે કે… આપણે મહિલાઓને દેવી કહીએ છીએ, તેમનામાં દેવીનો સ્વરૂપ જ દેખાતો નથી. એકદમ શુપર્ણખા લાગે છે. ખરેખર ભગવાને સુંદર શરીર આપ્યું છે, જરાક સારા કપડાં પહેરો યાર. બાળકોને સંસ્કાર આપો. હું ખૂબ જ ચિંતિત છું. 

Share: