છત્તીસગઢમાં કોંગ્રેસી નેતાઓ પર EDના દરોડા, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અકળાયા

છત્તીસગઢમાં કોંગ્રેસી નેતાઓ પર EDના દરોડા, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અકળાયા

Image: DD News

છત્તીસગઢમાં EDએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. કોલસા લેવી કૌભાંડમાં મની લૉન્ડ્રિંગની ED તપાસ કરી છે.  EDએ કોંગ્રેસના કોષાધ્યક્ષ, ધારાસભ્ય સહિત તમામ નેતાઓને ઘરે રેડ પડી છે.  રેડ એવા સમયે પડી છે જ્યારે છત્તીસગઢના રાયપુરમાં 24-26 ફેબ્રુઆરી સુધી કોંગ્રેસ પાર્ટીનું મહાઅધિવેશન મળવાનું છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ કે, અદાણીના સત્ય સામે આવતા ભાજપ હતાશ છે, આ રેડ લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.

કોલસા લેવી કૌભાંડમાં મની લૉન્ડ્રિંગની તપાસ કરી રહેલા EDએ બારથી વધુ સ્થળો પર રેડ પાડી છે. સુત્રો અનુસાર, ED તે લોકોની તપાસ કરી રહી છે જેમણે વર્તમાન સરકારમાં કોલસા લેવી કૌભાંડમાં લાભ મળ્યો છે. આરોપ છે કે છત્તીસગઢમાં કોલસા કૌભાંડ થયો છે, જેમાં સીનિયર આઇએએસ, વેપારી, રાજનેતા અને વચેટિયા સામેલ હોવાની આશંકા છે.

ભૂપેશ બઘેલના ભાજપ પર પ્રહારો 
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ કે, આ ભારત જોડો યાત્રાની સફળતા અને અદાણીનું સત્ય સામે આવવાથી ભાજપ હવે હતાશ છે. આ રેડ ફકત ધ્યાન ભટકાવવા માટેનો જ પ્રયાસ છે.

ભૂપેશ બઘેલે ટ્વીટ કરીને જણાવ્યુ કે, EDએ છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ કમિટીના કોષાધ્યક્ષ, પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ અને એક ધારાસભ્ય સહિત તમામ કોંગ્રેસી નેતાઓને ત્યા રેડ કરી છે, તેમણે કહ્યુ, ચાર દિવસ પછી રાયપુરમાં કોંગ્રેસનું મહાઅધિવેશન છે. તૈયારીમાં લાગેલા સાથીઓને આ રીતે રોકીને આશા નથી તોડી શકતા. દેશને સત્ય ખરબ છે, અમે લડીશુ અને જીતીશું.

Share: