×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીન 6 વર્ષથી ત્રીજા વિશ્વ યુદ્ધ માટે જૈવિક હથિયાર બનાવી રહ્યું છે, કોરોના પણ તેનું પરિણામ : રિપોર્ટ

નવી દિલ્હી, તા. મે 2021, રવિવાર

કોરોના વાયરસ મહામારી ચીનના વુહાનમાંથી દુનિયાભરમાં ફેલાઇ છે. ચીનના વુહાનની લેબમાં આ વાયરસ તૈયાર કરાયો હોવાના અત્યાર સુધી અનેક દાવાઓ અને થિયરી સામે આવી છે. ત્યારે હવે એક દસ્તાવેજે દુનિયામાં ભૂકંપ લાવી દીધો છે. આજથી 6 વર્ષ પહેલા 2015માં ચીની વિજ્ઞાનીઓ અને અધિકારીઓ દ્વારા લિખિત આ દસ્તાવેજમાં કોરોના વાયરસની વાત કરવામાં આવી છે. આ દસ્તાવેજમાં ચીની વિજ્ઞાનીઓએ કોરોના વાયરસનો જૈવિક હથિયાર તરીકે વપરાશ કરવાની ચર્ચા કરી છે.

સાર્સ કોરોના વાયરસ નવા યુગનું જૈવિક હથિયાર બની શકેછે, જેને કૃત્રિમ રીતે નવું સ્વરુપ આપીને મનુષ્યો માટે જીવલેણ વાયરસમાં ફેરવી શકાય છે. વીકેંડ ઓસ્ટ્રેલિયનના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. અમનેચરલ ઓરિજન ઓફ સાર્સ એન્ડ ન્યૂ સ્પેસીધ ઓફ મેનમેડ વાયરસ નામની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્રીજુ વિશ્વ યુદ્દ જૈવિક હથિયારો વડે લડાશે. આ દસ્તાવેજમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ચીની સેનાના વિજ્ઞાનીઓ કોરોના વાયરસના હથિયાર તરીકે ઉપયોગ કરવા અંગે ચર્ચા કરી રહ્યા હતા.

ચીની વિજ્ઞાનો છેલ્લા કેટલાક વર્ષોથી કોરોના વાયરસ જેવા જૈવિક હથિયારો વડે ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. વિજ્ઞાનીઓએ દસ્તાવેજમાં કહ્યું છે કે યુદ્ધમાં જીત માટે જૈવિક હથિયાર મુખ્ય હશે. આ રિપોર્ટ અમેરિકી સંશોધકોને હાથ લાગી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન ઉચિત સમયની રાહ જોઇ રહ્યું છએ જ્યારે જૈવિક હથિયારોને દુનિયા પર છોડી શકે. આમ કરવા પાછળ ચીનનો ઉદ્દેશ્ય જુશ્મન દેશોની સ્વાસ્થ્ય સેવાને તોડી પાડવાનો, જેથી તે દેશને હરાવી શકાય.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનની લેબમાંથી અકસ્માતે અત્યારે કોરોના વાયરસ લીક થયો છે. ચીનને તો આ વાયરસ વિશે પહેલાથી ખબર હતી, એટેલે તેઓ તેને રોકવામાં સફળ રહ્યા અને દુનિયાભરમાં આ વાયરસ ફેલાયો.