ચીને સત્તાવાર કહ્યું, દુનિયા સામે 'આ દેશ' સૌથી મોટો ખતરો છે

ચીને સત્તાવાર કહ્યું, દુનિયા સામે 'આ દેશ' સૌથી મોટો ખતરો છે

બીજિંગ, તા. 27. ફેબ્રુઆરી. 2022 રવિવાર

ચીનના રાજનેતાઓએ છેલ્લા કેટલાક દાયકાઓમાં અમેરિકાના સૈન્ય અભિયાનોનુ લિસ્ટ જાહેર કરીને અમેરિકાને દુનિયા સામેનો અસલી ખતરો  ગણાવ્યુ છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગની વચ્ચે રશિયા સ્થિતિ ચીનના દૂતાવાસ દ્વારા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા લિજિયન જાઓ દ્વારા શેર કરાયેલી તસવીરને સોશિયલ મીડિયા પર પ્રકાશિત કરીને કહ્યુ હતુ કે, 1945 થી 2001 વચ્ચે 248 સશસ્ત્ર સંઘર્ષ થયા છે અને આ પૈકી 201 સંઘર્ષ અમેરિકા દ્વારા શરુ કરવામાં આવ્યા હતા.

ચાઈનિઝ એમ્બેસીએ એક કાર્ટૂન શેર કરીને કહ્યુ હતુ કે, મહત્વનો પ્રશ્ન એ છે કે, યુક્રેનમાં જે તનાવ છે તેમાં અમેરિકા શું કરી રહ્યુ છે.અમેરિકા યુક્રેનની આગમાં પેટ્રોલ છાંટવાનુ કામ કરી રહ્યુ છે અને બીજા દેશોને કહી રહ્યુ છે કે, તમે આગ બૂઝાવવા માટે પૂરતા પ્રયાકો કરી રહ્યા નથી.અમેરિકાનુ વર્તન તદ્દન અનૈતિક છે.

Share: