×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ G20 સમિટમાં ભાગ નહીં લે, તેમના સ્થાને વડાપ્રધાન આપશે હાજરી

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચાલુ અઠવાડિયે નવી દિલ્હીમાં યોજાવા જઈ રહેલી G20 સમિટમાં ભાગ નહીં લે અને તેમની જગ્યાએ ચીનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વડાપ્રધાન લી કિયાંગ કરશે. વિદેશ મંત્રાલયે સોમવારે આ જાહેરાત કરી હતી. 

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપી માહિતી 

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું કે ભારત સરકારના આમંત્રણ બાદ વડાપ્રધાન લી કિયાંગ 9-10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનાર 18મી G20 સમિટમાં જોડાશે. 

બાયડેન ક્યારે આવશે? 

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન આગામી G20 સમિટમાં ભાગ લેવા માટે 7 સપ્ટેમ્બરે દિલ્હી આવવાના છે. આ દરમિયાન સવારે એવા અહેવાલ આવ્યા હતા કે જો બાયડેન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના સંમેલનમાં ના જોડાવાના સમાચારથી નારાજ થયા હતા. ઉલ્લેખનીય છે કે ભારત G20ના અધ્યક્ષ તરીકે 9-10 સપ્ટેમ્બરે આ પ્રભાવશાળી વાર્ષિક શિખર સંમેલનની મેજબાની કરી રહ્યું છે. તેમાં બાયડેન સહિત દુનિયાભરના બે ડઝનથી વધુ નેતા ભાગ લેવાના છે.