ચીનથી ભારતને ખતરો યથાવતઃ સેના પ્રમુખના નિવેદન પર ચીને આપી આવી પ્રતિક્રિયા

ચીનથી ભારતને ખતરો યથાવતઃ સેના પ્રમુખના નિવેદન પર ચીને આપી આવી પ્રતિક્રિયા

નવી દિલ્હી, તા. 14. જાન્યુઆરી 2022 શુક્રવાર

લદ્દાખ મોરચે ચીનનો ખતરો યથાવત હોવાના સેના પ્રમુખ જનરલ નરવણેના નિવેદન પર ચીને પ્રતિક્રિયા આપી છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ હતુ કે, ભારત અને ચીન વચ્ચે તનાવ ઓછો કરવા માટે રાજકીય અને સૈન્ય સ્તરે વાતચીત અને પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે અમને આશા છે કે, ભારતના સેના અધિકારીઓ આ પ્રકારની ટિપ્પણી કરવાનુ આગામી દિવસોમાં ટાલશે.

વિદેશ મંત્રાલયના પ્રવકતાએ ભારત અને ચીન વચ્ચે 14મા રાઉન્ડની વાતચીત અંગે કોઈ જાણકારી શેર કરવાનો ઈનકાર કરીને કહ્યુ હતુ કે, અમારી પાસે જયારે કોઈ માહિતી હશે ત્યારે તેને પૂરી પાડવામાં આવશે.

ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં 20 મહિનાથી ચાલી રહેલા સૈન્ય તનાવને ઓછો કરવા માટે વાટાઘાટો કરી રહ્યા છે પણ હજી સુધી તેના કોઈ નક્કર પરિણામ આવ્યા નથી.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ હતુ કે, હાલમાં સરહદી વિસ્તારમાં હાલાત સ્થિર છે અને બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. બે વખત કોપી થઈ ગયા છે 

 

Share: