ચિંતાજનક અહેવાલ! માનવીને બર્ડ ફ્લૂ થયાનો પ્રથમ કેસ મળ્યો, ચિલીમાં સરકારી તંત્ર દોડતું થયું

ચિંતાજનક અહેવાલ! માનવીને બર્ડ ફ્લૂ થયાનો પ્રથમ કેસ મળ્યો, ચિલીમાં સરકારી તંત્ર દોડતું થયું

image : pixabay 

માનવીમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે. ચિલીમાં માનવીમાં બર્ડ ફ્લૂનો આ પહેલો કેસ મળી આવ્યો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે એક 53 વર્ષીય વ્યક્તિને બર્ડ ફ્લૂ થયાની માહિતી મળી છે. આ વ્યક્તિમાં ઈન્ફ્લ્યુએન્ઝાના ગંભીર લક્ષણો દેખાયા હતા પણ આ દર્દી સ્થિર સ્થિતિમાં જણાયો જ નહોતો. 

ચેપ કેવી રીતે લાગ્યો તેની તપાસ શરૂ 

બર્ડ ફ્લૂના દર્દીની માહિતી મળ્યા બાદ ચિલીની સરકારે તે ચેપગ્રસ્ત કેવી રીતે અને તેના સંપર્કમાં કોણ કોણ આવ્યા છે તેની તપાસ યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. ચિલીમાં જંગલી પ્રાણીઓમાં ગત વર્ષના અંતથી H5N1 બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા હતા. ઔદ્યોગિક ફાર્મમાં તાજેતરના કેસને કારણે પોલ્ટ્રી નિકાસ અટકાવવી પડી છે. 

Share: