ચકચારી લઠ્ઠાકાંડમાં કુલ 36 લોકોના મોત, 101 લોકો હોસ્પિટલોમાં દાખલ

ચકચારી લઠ્ઠાકાંડમાં કુલ 36 લોકોના મોત, 101 લોકો હોસ્પિટલોમાં દાખલ

ભાવનગર,તા.26 જુલાઈ 2022,મંગળવાર

સમગ્ર ગુજરાતને ફરી એક વખત હચમચાવી નાખનાર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધી રહ્યો છે. સોમવારથી પ્રકાશમાં આવેલ આ ઝેરી દેશી દારૂના પ્રકરણમાં રાજ્યના કુલ 36 લોકો મોતને ભેટ્યા છે.

તાજેતરની માહિતી અનુસાર આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી કુલ 36 લોકોના મોત નીપજ્યાં છે અને અંદાજે 100થી વધુ લોકો હાલ અમદાવાદ સિવિલ અને ભાવનગરની હોસ્પિટલોમાં દાખલ છે.

આ મિથેનોલ આલ્કોહોલ પીને મૃત્યુ પામેલ 50 લોકોમાંથી 25 લોકો બોટાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના છે, નભોઈ અને રોજિદનો સમાવેશ થાય છે. જોકે અમદાવાદ નજીક આવેલ ગ્રામ્ય વિસ્તાર ધંધુકાના પણ 11 લોકોએ આ ઝેરી દેશી દારૂ પીને જીવ ગુમાવ્યો છે.

વધુ વાંચો : દારૂ નહિ પણ પાણી સાથે ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ મિક્સ થતાં લઠ્ઠાકાંડ થયો: DGP ભાટિયા



અમદાવાદની આમોસથી સપ્લાઈ થયેલ 600 લિટર મિથાઈલ આલ્કોહોલે સર્જયો બોટાદનો લઠ્ઠાકાંડ

આ લઠ્ઠાકાંડ મામલે થયેલ પોલિસ તપાસ અને ગુના અંગેની માહિતી આપતા રાજ્ય પોલિસ વડાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે આ પ્રકરણમાં 13 લોકો સામે ગુનો દાખલ થયો છે. આશંકિત લઠ્ઠાકાંડમાં મિથાઈલ આલ્કોહાલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાણીની સમકક્ષ જ મિથાઈલ કેમિકલ ઉમેરવામાં આવ્યું હતુ. 

ભાવનગરના બોટાદની આસપાસના ગામોમાં થયેલ આ ગોજારી ઘટનાના તાર અમદાવાદ સાથે જોડાયેલ હોવાનું તપાસમાં સામે આવ્યું હતુ. અમદાવાદના અસલાલી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારની આમોસ કેમિકલ ફેક્ટરીનો જયેશ મુખ્ય સૂત્રધાર છે. જયેશ AMOSમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યો હતો પરંતુ તેણે આ ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ ચોરી કરીને બહાર વેચ્યું હતુ. જયેશ ઉર્ફે રાજુએ આ 600 લિટર ચોરી કરેલ મિથાઈલ આલ્કોહોલ સંજયને વેચ્યું હતુ. સંજયે આ કેમિકલ વેચવા માટે તેના પિતરાઈ ભાઈ પિન્ટુ ઉર્ફે ફાંટોનો સંપર્ક કર્યો હતો, જે મૂળ બોટાદનો રહેવાસી છે. પોલીસે અત્યાર સુધી કુલ 460 લિટર કેમિકલ કબ્જે કર્યું હતુ.

ચોંકાવારી વિગત એ છે કે જયેશે માત્ર 40,000 રૂપિયાની લાલચે આ મિથાઈલ કેમિકલ ચોરી કરીને વેચ્યું હતુ. પોલિસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ 600 લિટર કેમિકલ જયેશે 40,000 રૂપિયામાં વેચ્યું હતુ.

વધુ વાંચો : લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર જયેશે 600 લીટર કેમિકલ ફોઈના પુત્રને સપ્લાય કર્યું: જુઓ CCTV

Share: