×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઘોડા છુટ્યા બાદ તબેલે તાળા : બંગાળમાં કોરોના ગાઇડલાઇનની ચર્ચા કરવા ચૂંટણી પંચે સર્વદળીય બેઠક બોલાવી

કોલકાતા, તા. 14 એપ્રિલ 2021, બુધવાર

પશ્ચિમ બંગાળની અંદર આઠ તબક્કામાં વિધાનસભા ચૂંટણી થવાની છે, જેમાંથી ચાર તબક્કાનું મતદાન થઇ ચુક્યું છે. એક તરફ આખા દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં જાણે કે કરોના જેવું કશું છે જ નહીં તેવું લાગી રહ્યું છે. રોજે ત્યાં ચૂંટણીની સભાઓ અને રેલીઓની અંદર લાખો લોકોની ભીડ એકઠી થઇ રહી છે. જેને લઇને કોલકાતા હાઇકોર્ટે ચૂંટણી પંચને ફટકાર લગાવી છે.

હાઇકોર્ટની ફટકાર બાદ હવે ચૂંટણી પંચે બંગાળમાં 16 એપ્રિલના રોજ તમામ રાજનૈતિક પક્ષોની બેઠક બોલાવી છે. અડધી ચૂંટણી પતી ગયા બાદ હવે ચૂંટણી પંચ અને રાજનૈતિક પક્ષો દ્વારા કોરોના ગાઇડલાઇન અંગે ચર્ચા કરવામાં આવશે. એટલે કે ઘોડા છુટ્યા બાદ તબેલે તાળા જેવો ઘાટ સર્જાયો છે. એક દિવસ પહેલા કોલકાતા હાઇકોર્ટે ચૂંટણી પંચને ફટકારતા કહ્યું કે તેઓ સુનિશ્ચિત કરે કે રાજનૈતિક દળો દ્વારા ચૂંટણી પ્રચાર અને રેલીઓમાં કોરોના ગાઇડલાઇનનું પાલન થાય છે કે નહીં.

હાઇકોર્ટે કડક વલણ અપનાવતા તમામ જિલ્લાના જિલ્લાધિકારીઓને રાજનૈતિક રેલો પર નજર રાખવાનો આદેશ આપ્યો છે. એવો પણ નિર્દેશ આપ્યો છે કે જ્યાં જરુર પડે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે કલમ 144 લાગુ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં યોજાતી રેલીઓમાં કોરના ગાઇડલાઇનના લીરે લીરા ઉડા રહ્યા છે. જેના કારણે રાજ્યમાં કોરોના વા.રસનો ફેલાવો વધી રહ્યો છે.