‘ઘર બચાવવા માટે ભાજપમાં જાય છે’ રાહુલ ગાંધીએ કોંગ્રેસ છોડનારા નેતાઓના નામ સાથે કર્યું ટ્વિટ, સરકાર પર કર્યા પ્રહાર

‘ઘર બચાવવા માટે ભાજપમાં જાય છે’ રાહુલ ગાંધીએ કોંગ્રેસ છોડનારા નેતાઓના નામ સાથે કર્યું ટ્વિટ, સરકાર પર કર્યા પ્રહાર

નવી દિલ્હી, તા.08 એપ્રિલ-2023, શનિવાર

પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ છોડીને ભાજપ કે અન્ય પક્ષોમાં જતા રહેનારા નેતાઓ પર ટ્વિટર પર પ્રહારો કર્યા છે. શનિવારે તેમણે ફરી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું કે, તેઓ સત્ય છુપાવે છે, તેથી રોજેરોજ ગેરમાર્ગે દોરે છે, તેમણે સવાલ કરતા કહ્યું કે, અદાણીની કંપનીઓમાં 20,000 કરોડના બેનામી નાણાં કોના છે?

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું

આજે રાહુલ ગાંધીએ ટ્વિટ કરી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટ કરી કહ્યું કે, મોંઘવારી કેવી રીતે ઘટશે? જનતાની પીડા કેવી રીતે જોવામાં આવશે ? સરકારનું સંપૂર્ણ ફોકસ અદાણીની આવક વધારવા અને તેમને તપાસથી બચાવવા પર છે. તેમણે 2013 અને 2023ની વચ્ચેની સખામણી કરી ચોખા, ઘઉંનો લોટ, દૂધ, ઘી, તેલ, કઠોળ અને ગેસ સિલિન્ડર જેવી ચીજવસ્તુઓના ભાવમાં કેટલો વધારો થયો છે, તે ટકાવારીમાં દર્શાવ્યો હતો. ઉપરાંત તેમણે કહ્યું કે, ભાવ વધારીને તમારા ખિસ્સા કાપવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ છોડનારા નેતાઓને લીધા આડે હાથ

ઉપરાંત રાહુલગાંધીએ વધુ એક ટ્વિટ કર્યું હતું, આ ટ્વીટમાં ગુલામ નબી આઝાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા, હિમંત બિસ્વા સરમા, કિરણ કુમાર રેડ્ડી અને અનિલ કે.એન્ટોનીના નામનો ઉલ્લેખ કરી આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ છોડ્યા બાદ આઝાદે પોતાની પાર્ટી બનાવી, જ્યારે બાકીના ભાજપમાં સામેલ થઈ ગયા. સિંધિયા હવે કેન્દ્રીય મંત્રી છે અને સરમા આસામના મુખ્યમંત્રી છે. 

Share: