ગોધરાકાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો શખ્સ ઝડપાયો, પેરોલ પર છૂટ્યા બાદ એક વર્ષ સુધી હતો ફરાર

ગોધરાકાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો શખ્સ ઝડપાયો, પેરોલ પર છૂટ્યા બાદ એક વર્ષ સુધી હતો ફરાર

ગોધરાકાંડમાં આજીવન કેદની સજાનો આરોપી કાસીમ અબ્દુલ સત્તાર ગાજી અમદાવાદની સમબરમતી  મધ્યસ્થ જેલમાં સજા કાપી રહ્યો હતો. આ દરમિયાન પેરોલ પર રજા પર ગયો હતો. જો કે પેરોલ સમયગાળો પૂરો થયા બાદ તે જેલમાં હાજર થયો ન હતો અને ફરાર થઇ ગયો હતો. 

ફરાર કેદી પંચમહાલના લીમખેડાથી ઝડપાયો 

દરમિયાન પેરોલ સ્ક્વોડે આ ફરાર કેદી  કાસીમ અબ્દુલ સત્તાર ગાજીને પંચમહાલના લીમખેડાથી ઝડપી પાડી શહેર બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. 

27 ફેબ્રુઆરી 2002માં સજા ફરમાવાઈ હતી 

27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના બે કોચને આગ લગાડવા બદલ સત્તારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ ઘટનાના પરિણામે 59 મુસાફરોના મોત થયા હતા અને રાજ્યમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં 1,200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ કેસોમાં આરોપી જેલમાં હતો 

સત્તારની માર્ચ 2002માં ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, સ્વૈચ્છિક રીતે ગંભીર ઇજા પહોંચાડવી, જાહેર સેવકને ડરાવવા વગેરે તેમજ રેલ્વે એક્ટ અને પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની જોગવાઈઓ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.

Share: