×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગોગરા હાઇટ્સ પર પણ નરમ પડ્યું ચીન, સૈન્ય હટાવશે; આ સ્થળોએ હજુ પણ વિવાદ

નવી દિલ્હી, 3 જુલાઇ 2021 મંગળવાર

ભારત અને ચીન વચ્ચે તાજેતરમાં સમાપ્ત થયેલી 12 મી ટોચની કમાન્ડર સ્તરની બેઠકની અસર દેખાવા લાગી છે. 'ડ્રેગન' હવે પૂર્વ લદ્દાખના ગોગરા હાઇટ્સ વિસ્તારમાંથી પોતાનું સૈન્ય પાછું ખેંચવા સંમત થયું છે. ગોગરા હાઇટ્સ વિસ્તારમાં, બંને દેશોની સેનાઓ ગયા વર્ષે મે મહિનાથી સામ સામે છે. આ વિસ્તાર પેટ્રોલિંગ પોઇન્ટ 17A તરીકે પણ ઓળખાય છે. 

ફેબ્રુઆરીમાં પેંગોંગ લેક વિસ્તારમાંથી સેનાને પાછી ખેંચી લેવામાં આવી હતી અને ત્યારથી ગોગરા હાઇટ્સ વિસ્તારમાંથી સેના પાછી ખેંચવાનો મુદ્દો પડતર હતો. હવે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં, સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ગોગરા હાઇટ્સને લઈને બંને દેશોની સેનાઓ વચ્ચે સમજૂતી થઈ છે. બંને દેશો વચ્ચે થયેલા આ કરાર પર કાર્યવાહી પણ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. જે અંતર્ગત બંને દેશોની સેના ગોગરા હાઇટ્સથી જલ્દીથી હટી શકે છે. 

31 જુલાઈનાં રોજ બંને દેશો વચ્ચે ટોચની સૈન્ય કક્ષાની મંત્રણા વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક ચીનનાં મોલ્ડોમાં યોજાઈ હતી. ત્યાર બાદ 2 ઓગસ્ટનાં રોજ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. આ નિવેદન અનુસાર, બંને દેશો વચ્ચે વિવાદનાં અન્ય ક્ષેત્રોને ઝડપથી ઉકેલવા માટે સંમતિ વ્યક્ત કરવામાં આવી છે. વિવાદ ઉકેલવાની દિશામાં બંને દેશોએ આ બેઠકને મહત્વની ગણી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે બંને દેશો વચ્ચે હજુ પણ પેટ્રોલિંગ પોઈન્ટ-15 હોટ સ્પ્રિંગ અને ડેપસાંગ પ્લેન્સનો વિવાદ ઉકેલાયો નથી. પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સાથે ઉદ્ભવેલા વિવાદ બાદ ભારત અને ચીનના સૈનિકો વચ્ચેના સંઘર્ષને કારણે સરહદ પરની સ્થિતિ તંગ છે. આ તણાવ ઘટાડવા માટે અત્યાર સુધી અનેક રાઉન્ડની મંત્રણા યોજાઈ ચુકી છે. ત્યાર બાદ હાલમાં LACની નજીક શાંતિ છે પરંતુ તંગદીલી ઓછી થઇ નથી.

12 મી ટોચની કમાન્ડર-સ્તરની વાટાઘાટોમાં, બંને પક્ષોએ "બાકીના તણાવનાં બિંદુંઓ પર શાંતિ લાવવા, સૈનિકો પાછી ખેંચવાની પ્રક્રિયા સાથે આગળ વધવા અને ગ્રાઉન્ડ લેવલ પર સંયુક્ત રીતે સ્થિરતા જાળવવા માટે ચર્ચા કરી છે." અગાઉની વાટાઘાટોમાં, ભારતીય પક્ષે વિવાદનો તાત્કાલિક ઉકેલ લાવવા અને ખાસ કરીને હોટ સ્પ્રિંગ અને ગોગરામાંથી સૈનિકોની વહેલી તકે પરત ખેંચવાનો આગ્રહ કર્યો હતો. 

બંને પક્ષોએ આ વિસ્તારમાં તણાવ ઘટાડવાનાં વ્યાપક ઉદ્દેશ સાથે હોટ સ્પ્રિંગ, ગોગરા અને ડેપ્સાંગમાં સૈનિકોને પાછા ખેંચવાની દિશામાં આગળ વધવાની રીતો પર ચર્ચા કરી. જે બાદ હવે એવા રિપોર્ટ મળ્યા છે કે ચીન ગોગરા હિલ્સમાંથી સેના પાછી ખેંચવા સંમત થયું છે.