ગેંગસ્ટર રવિ પૂજારીની બેંગ્લોરથી ધરપકડ : વિમાન માર્ગે અમદાવાદ લવાશે

ગેંગસ્ટર રવિ પૂજારીની બેંગ્લોરથી ધરપકડ : વિમાન માર્ગે અમદાવાદ લવાશે

અમદાવાદ, 19 જુલાઈ 2019, સોમવાર

ગેંગસ્ટર રવિ પૂજારીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બેંગ્લોરથી ધરપકડ કરી છે અને આજે રાતે વિમાન માર્ગે તને અમદાવાદ લાવવામાં આવશે.

અંડરવર્લ્ડ ડોનના સાગરીત રવિ પૂજારીએ મુંબઈના ફિલ્મ સ્ટારો તેમજ ગુજરાતના બિલ્ડર અને રાજકીય આગેવાનો સહિત 30 લોકો પાસેથી ખંડણી ઉઘરાવી હોવાના ગુના દાખલ થયેલા છે.

અમદાવાદમાં બિલ્ડરો સહિત લોકો પાસેથી ખંડણી ઉઘરાવવાના રવિ પૂજારી સામે અનેક ગુના નોંધાયેલા છે.

Share: