ગૃહમાં હાજર છતાં ઓમ બિરલા લોકસભા સ્પીકરની ખુરશી પર કેમ ન બેઠાં? નારાજગીનું આ છે કારણ

ગૃહમાં હાજર છતાં ઓમ બિરલા લોકસભા સ્પીકરની ખુરશી પર કેમ ન બેઠાં? નારાજગીનું આ છે કારણ

image : Facebook

લોકસભામાં મંગળવારના રોજ બનેલી એક ઘટનાથી સ્પીકર ઓમ બિરલા એટલી હદે નારાજ થયા છે કે  પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે તેઓ સંસદ ભવનમાં હાજર હોવા છતાં લોકસભા અધ્યક્ષની ખુરશી પર બેઠા ન હતા. સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા લોકસભાના અધ્યક્ષે પણ  પોતાના નિર્ણયથી વાકેફ કરાવી દીધા. 

નારાજ સ્પીકર બિરલાએ ગૃહમાં રોષ ઠાલવ્યો

સ્પીકર બિરલાએ કહ્યું કે જ્યાં સુધી ગૃહમાં શિસ્તનું પાલન નહીં થાય ત્યાં સુધી હું અધ્યક્ષની ખુરશી પર નથી બેસવાનો. સ્પીકર બિરલાએ કહ્યું હતું કે મારા માટે ગૃહની ગરિમા સર્વોપરી છે. ગૃહમાં મર્યાદા જાળવવી એ સૌની જવાબદારી છે. ગૃહમાં કેટલાક સભ્યોનું વર્તન સદનની ઉચ્ચ પરંપરાઓથી વિપરિત છે. 

મંગળવારે સીટ તરફ પેમ્ફલેટ ફેંકાયા હતા

સ્પીકર બિરલાએ બંને પક્ષોને તેમના નિર્ણય વિશે જાણ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે લોકસભામાં વિપક્ષના સભ્યો માત્ર નારેબાજી કરતાં વેલમાં નહોતા આવ્યા પણ સાથે જ તેમણે  સ્પીકરના આસન તરફ પેમ્ફલેટ પણ ફેંક્યા હતા. મંગળવારે વિપક્ષી સાંસદોએ જે રીતે હંગામો કર્યો તેનાથી સ્પીકર ઓમ બિરલા ખૂબ નારાજ છે. તેમણે કહ્યું કે, મંગળવારે દિલ્હી સર્વિસ બિલ દરમિયાન જે પ્રકારનો હંગામો થયો હતો, તેમાં એક પણ વાત સાંભળવા દેવામાં આવી ન હતી, આ રીતે ગૃહ ચાલી શકે નહીં. 

Share: