ગુનાઈત ઈમેજ ધરાવતા 99 ઉમેદવારોને ટિકિટ આપી ચુકી છે ભાજપ, સદી પૂરી કરવામાં હવે એક જ બાકીઃ અખિલેશ

ગુનાઈત ઈમેજ ધરાવતા 99 ઉમેદવારોને ટિકિટ આપી ચુકી છે ભાજપ, સદી પૂરી કરવામાં હવે એક જ બાકીઃ અખિલેશ

લખનૌ, તા. 30. જાન્યુઆરી 2022 રવિવાર

યુપીની પહેલા તબક્કાની ચૂંટણી 10 ફેબ્રુઆરીએ યોજાવાની છે.મતદાન પહેલા સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચેનો શાબ્દિક જંગ વધારેને વધારે ઉગ્ર બની રહ્યો છે.

સમાજવાદી પાર્ટીના સ્થાપક અખિલેશ યાદવે ભાજપના ઉમેદવારોની પસંદગી પર કટાક્ષ કરતા કહ્યુ છે કે, ભાજપે ગુનાઈત ઈમેજ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપવાની સદી ફટકારવાનુ નક્કી કર્યુ હોય તેમ લાગે છે.કારણકે આવા 99 ઉમેદવારોને ભાજપ ટિકિટ આપી ચુકી છે અને હવે બસ એક જ આવા ઉમેદવારની જાહેરાત બાકી છે.

ભાજપે શુક્રવારે ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરીને 91 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.જેને લઈને અખિલેશ યાદવે આજે ઉપરોક્ત નિવેદન આપ્યુ છે.

ભાજપ 403 બેઠકો પૈકી 294 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી ચુકી છે.

Share: