ગુજરાત ચૂંટણીના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાની ભાજપ ધરપકડ કરાવશેઃ કેજરીવાલનો દાવો

ગુજરાત ચૂંટણીના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાની ભાજપ ધરપકડ કરાવશેઃ કેજરીવાલનો દાવો

નવી દિલ્હી,તા.30 સપ્ટેમ્બર 2022,શુક્રવાર

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ નેતા અરવિંદ કેજરીવાલે એક ચોંકાવનારો દાવો કર્યો છે.

કેજરીવાલનુ કહેવુ છે કે, આપના નેતા રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં રાજકીય મામલાના સહ પ્રભારી બનાવાયા છે અને એ પછી હવે સરકાર તેમની ધરપકડની તૈયારીઓ કરી રહી છે.

કેજરીવાલે જોકે સ્પષ્ટતા નહોતી કરી કે, કઈ એજન્સી ચઢ્ઢાની ધરપકડ કરવાની યોજના બનાવી રહી છે અને રાઘવ ચઢ્ઢા પર શું આરોપ છે.

ઉલ્લેખનીય છે કે, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આપને જીતાડવામાં રાઘવ ચઢ્ઢાનો રોલ મહત્વનો હતો તેવો દાપો આપ દ્વારા કરાયો હતો. એ પછી તેમને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે આપના સહ પ્રભારી બનાવાયા છે.

કેજરીવાલે કહ્યુહ તુ કે, જ્યારથી રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ પ્રભારી બનાવાયા છે અને જ્યારથી તેમણે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં જવાનુ શરૂ કર્યુ છે ત્યારથી સંભળાઈ રહ્યુ છે કે, ભાજપના લોકો રાઘવ ચઢ્ઢાની ધરપકડ કરશે. આ લોકો તેની તૈયારી કરી રહ્યા છે.કયા કેસમાં ધરપકડ કરાશે તેની સ્ક્રિપ્ટ હજી ગોઠવાઈ રહી છે.

આ પહેલા દિલ્હીમાં એક્સાઈઝ પોલિસીના કહેવાતા ગોટાળામાં સીબીઆઈ આપના મીડિયા સેલના નેતા વિજય નાયરની ધરપકડ કરી ચુકી છે.

રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલના નિવેદનનો જવાબ આપતા કહ્યુહ તુ કે, ગુજરાત બદલાવ માંગી રહ્યુ છે. આપના આગળ વધી રહેલા પગલા જોઈને ભાજપની ઉંઘ ઉડી ગઈ છે. અમે જેલની દિવાલો કે ફાંસીના ફંદાથી ડરવાના નથી.

Share: