ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 316 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 316 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

અમદાવાદ, 27 માર્ચ 2023 સોમવાર

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા 316 કેસ નોંધાયા છે. જ્યારે 189  દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. આજે  રાજ્યમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું નથી.

રાજ્યમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા
અમદાવાદ જિલ્લામાં 111,  સુરત જિલ્લામાં 34, રાજકોટ જિલ્લામાં 30, મોરબીમાં 23, અમરેલીમાં 19, વડોદરા જિલ્લામાં 29, મહેસાણામાં 12, સાબરકાંઠામાં 12, વલસાડમાં 8, કચ્છમાં 7, ભાવનગરમાં 5, ગાંધીનગરમાં 5, ભરૂચમાં 4, જામનગર જિલ્લામાં 5, આણંદ, ખેડા, નવસારી, પાટણ અને સુરેન્દ્રનગરમાં બે-બે કેસ, બનાસકાંઠા અને મહિસાગરમાં એક એક કેસ નોંધાયો છે. 

10 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
રાજ્યમાં છેલ્લા 22 દિવસમાં જ કોરોનાના કારણે 6 વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11053 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1976 એક્ટિવ કેસ છે. 10 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1966 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.98 ટકા થઈ ગયો છે. 

Share: