ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત, 11 ડિસેમ્બરે યોજાશે શપથવિધિ

ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત, 11 ડિસેમ્બરે  યોજાશે શપથવિધિ

અમદાવાદ,તા. 8 ડીસેમ્બર  2022,  ગુરુવાર
ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત તરફ આગળ વધતાં જ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મુખ્યંમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ટેલિફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. નવી સરકારની શપથવિધી આગામી 11મી ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. શપથવિધિમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેશે. હાલમાં ભાજપના કાર્યકરો જીતની ભવ્ય ઉજવણી કરી રહ્યાં છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ હાઉસ ધ જોશ લખીને ટ્વિટ કર્યું હતું. 
11 ડિસેમ્બરે  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શપથવિધિની તૈયારી શરુ
ગુજરાત વિધાનસભાની ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યની  આવતીકાલે અથવા 10મી ડિસેમ્બરે કમલમ ખાતે એક મહત્વની બેઠક યોજાશે.સમાચાર મુજબ આગામી 11 ડિસેમ્બરના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થશે નવી સરકારની શપથવિધિ.
ગુજરાતીઓએ AAPની રેવડી ફગાવી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતીઓએ AAPની રેવડી ફગાવી દીધી અને ફરીવાર ભાજપને પૂર્ણ બહુમતીથી આપી વિજય તરફ લઈ ગયા છે. આપ દ્વારા ગુજરાતીઓને અનેક મોટા પ્રમાણમાં સ્કીમો આપવા છતાં AAP ને કોઈ લાભ છાંટવા ના મળ્યો. ગુજરાતીઓએ AAPની મફતની રેવડી ફગાવી દીધી છે.
Share: