ગુજરાતમાં પાવર બેંક એપ્લિકેશન ફ્રોડ કેસ અંતર્ગત EDનું સર્ચ, કોરોડોનો મુદ્દામાલ જપ્ત

ગુજરાતમાં પાવર બેંક એપ્લિકેશન ફ્રોડ કેસ અંતર્ગત EDનું સર્ચ, કોરોડોનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ, 3 માર્ચ 2023 શુક્રવાર

ગુજરાતમાં પાવર બેંક એપ્લિકેશન ફ્રોડ કેસ સંદર્ભે EDએ સુરત ખાતેની BSE લિસ્ટેડ કંપની સાગર ડાયમંડ લિમિટેડમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કંપનીની ઓફિસ તેમજ અન્ય સ્થળોએ મળીને 14 અલગ અલગ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. RHC ગ્લોબલ એક્સપોર્ટ્સ લિમિટેડના ડિરેક્ટર વૈભવ શાહ અને તેમના સહયોગીઓને ત્યાં EDની ટીમ ત્રાટકી છે. કંપનીના અમદાવાદ, સુરત અને મુંબઈના ઠેકાણાઓ પર પણ સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું હોવાની વિગતો જાણવા મળી છે. 

કરોડોનો મુદ્દામાલ સીઝ કરાયો હોવાની ચર્ચાઓ
સુત્રોના જણાવ્યા પ્રમાણે EDની ટીમ દ્વારા સર્ચ BSE લિસ્ટેડ કંપની સાગર ડાયમંડ લિમિટેડને લગતી 14 જગ્યાઓ પર સર્ચ હાથ ધર્યું છે. આ કેસમાં RHC ગ્લોબલ એક્સપોર્ટ્સ લિમિટેડના ડિરેક્ટર વૈભવ દિપક શાહ અને તેમના સહયોગીઓને ત્યા ઈડીએ તપાસ હાથ ધરી છે. અમદાવાદ, સુરત તેમજ મુંબઈમાં ઈડીએ સર્ચ હાથ ધર્યું હતું. સર્ચ દરમિયાન 20 લાખથી વધુની રોકડ તેમજ ગોલ્ડ, ડાયમંડ અને કિંમતી સામાન સહિત કરોડોનો મુદ્દામાલ સીઝ કરાયાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે. 

Share: