×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં કોરોનાનાં 62 નવા કેસ, 2 દર્દીનાં મોત, રિકવરી રેટ 98.49%

ગાંધીનગર, 5 જુલાઇ 2021 સોમવાર

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ઘટી રહ્યો હોય તેવું સરકારી આંકડા જોતા જણાય છે, જો કે તે સાથે જ ત્રીજી લહેરનું જોખમ પણ તોળાઇ રહ્યું છે. આજે કોરોનાનાં નવા 62 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 2 દર્દીના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે. 194 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે 20 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. 

રાજ્યના કુલ મૃત્યુઆંક 10,071 થયો છે. અત્યાર સુધીમાં 8,11,491 દર્દીઓએ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 2333 દર્દી સારવાર હેઠળ છે. તો 09 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 2324 દર્દીઓની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 98.49% છે. 

રાજયનાં વિવિધ જિલ્લા અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશન 14, સુરત કોર્પોરેશન 9, વડોદરા કોર્પોરેશન 6, ભાવનગર કોર્પોરેશન 5, ગાંધીનગર કોર્પોરેશન 3, નવસારી 3, રાજકોટ કોર્પોરેશન 3, ભરૂચ 2, ગીર સોમનાથ 2, સુરત 2, વડોદરા 2, વલસાડ 2, અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, ખેડા, પંચમહાલ, સાબરકાંઠામાં 1-1 કેસ એમ સમગ્ર રાજ્યમાં કુલ 62 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં ચાલી રહેલા રીસકરણ અભિયાન હેઠળ આજે 2,99,680 લોકોનું રસીકરણ થયું છે જેમાં 225 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 8321 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 51,298 નાગરિકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 85,670 નાગરિકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 1,48,486 નાગરિકોને પ્રથમ ડોઝ, 18-45 વર્ષ સુધીના 5680 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,71,07,405 ડોઝ લગાવવામાં આવ્યા છે.