ગુજરાતમાં આજે 39 નવા કેસ નોંધાયા, 70 દર્દી સાજા થયા, રિકવરી રેટ 98.70 ટકા

ગુજરાતમાં આજે 39 નવા કેસ નોંધાયા, 70 દર્દી સાજા થયા, રિકવરી રેટ 98.70 ટકા

ગાંધીનગર, 16 જુલાઇ 2021 શુક્રવાર

રાજ્યમાં કોરોનાનાં કેસનાં આંકડા જોતા બીજી લહેર જાણે હવે વિદાય લઇ રહી હોય તેવું જણાય છે, આજે રાજ્યમાં 39 નવા કેસ નોંધાયા છે જ્યારે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં 70 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જ્યારે 59 દર્દીઓની હાલત સ્ટેબલ છે. તથા રિકવરી રેટ 98.70 ટકાએ પહોચ્યો છે, 

રાજ્યના અત્યાર સુધીમાં કુલ 10,074 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 8,13,743 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. હાલ રાજ્યમાં કુલ 606 દર્દી સારવાર હેઠળ છે. અને 07 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે સુરત કોર્પોરેશન 7, વડોદરા કોર્પોરેશન 6, અમદાવાદ કોર્પોરેશન 5, અમરેલી 2, આણંદ 2, દાહોદ 2, ગાંધીનગર 2, નવસારી 2, સુરત 2, ભરૂચ 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, પાટણ 1, વડોદરા 1, વલસાડ 1 કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં 10થી ઓછા દૈનિક કેસ નોંધાયા છે જ્યારે 20થી વધુ જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી.તેમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપીનો સમાવેશ થાય છે.

રાજ્યમાં આજે 2,73,547 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,90,27,804 પર પહોંચ્યો છે.

Share: