ગુજરાતમાં આજે નવા 19 કેસ, 22 દર્દી સાજા થયા, કુલ 183 એક્ટિવ કેસ

ગુજરાતમાં આજે નવા 19 કેસ, 22 દર્દી સાજા થયા, કુલ 183 એક્ટિવ કેસ

ગાંધીનગર, 19 ઓગસ્ટ 2021 ગુરૂવાર

રાજ્યમાં કોરોનાં સંક્રમણ હવે નિયંત્રણમાં આવી રહ્યું છે. અને સરકારી આંકડા પણ તેનો બોલતો પુરાવો છે, રાજ્યમાં આજે કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. તો 22 દર્દીઓ સાજા થયા છે. જ્યારે આજે પણ કોરોનાનાં કારણે કોઇ દર્દીનું મોત થયું નથી, તેથી મૃત્યુઆંક 10,078 પર સ્થિર છે. 

રાજ્યમાં હાલ કુલ 183 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે. જ્યારે 177 દર્દીઓની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,14,994 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 98.76 છે. 

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત જોઇએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 2, વડોદરામાં 2, સુરતમાં 3, જુનાગઢ કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, સુરતમાં 2, ભાવનગરમાં 2, જામનગરમાં 1, કચ્છમાં 1, નવસારીમાં 1, વડોદરામાં 1, અને ગીર સોમનાથમાં 1 એમ કુલ 19 કેસ નોંધાયા છે.  

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 15 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 4678 કર્મચારીને રસીનો બીજો ડોઝ લગાવવામાં આવ્યો. 45 વર્ષથી વધારેની ઉંમરના 7,26,92 નાગરિકોને રસીનો પ્રથમ અને 5,29,71 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 2,13,495 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 33,687 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આજે રસીનાં કુલ 3,77,538 ડોઝ લગાવવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 4,19,93,402 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

Share: