ગુજરાતમાં આજે નવા 15 કેસ, 1 દર્દીનું મોત, કુલ મૃત્યુઆંક 10079

ગુજરાતમાં આજે નવા 15 કેસ, 1 દર્દીનું મોત, કુલ મૃત્યુઆંક 10079

ગાંધીનગર, 21 ઓગસ્ટ 2021 શનિવાર 

રાજ્યમાં આજે કોરોનાનાં 15 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક દર્દીનું મોત થયું છે, આ સાથે જ કુલ મૃત્યુઆંક પણ 10079 થયો છે, 16 દર્દીઓએ રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ કુલ 184 એક્ટિવ કેસ છે અને 5 દર્દી વેન્ટિલેટર પર છે, રાજ્યમાં 179 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધી 8,15,024 લોકો ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા છે.   

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમાં વડોદરા કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 4 , સુરત કોર્પોરેશન 3, આણંદ 1, ભાવનગર  કોર્પોરેશનમાં 1 અને રાજકોટ 1 કેસનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 28 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 5378 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 68939 નાગરિકોને રસીનો પ્રથમ અને 58270 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 215908 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 49001 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજે કુલ 3,97,524 લોકોને રસીનાં ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં રસીના કુલ 4,26,66,652 ડોઝ લગાવવામાં આવી ચુક્યા છે. 

Share: