ગુજરાતમાં આજે કોરોનાના 27 કેસ, 33 દર્દીઓ થયા ડીસ્ચાર્જ, રિકવરી રેટ 98.75 ટકા

ગુજરાતમાં આજે કોરોનાના 27 કેસ, 33 દર્દીઓ થયા ડીસ્ચાર્જ, રિકવરી રેટ 98.75 ટકા

ગાંધીનગર, 29 જુલાઇ 2021 ગુરૂવાર

રાજ્યમાં કોરોનાનાં સરકારી આંકડા જોતા એવું પ્રતિત થાય છે કે હવે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે, જેમ કે આજે કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. તથા 33 દર્દીઓને રજા આપવામાં આવી છે. જો કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. તેથી કુલ મૃત્યુઆંક 10076 પર સ્થિર છે. 

રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે, રાજ્યમાં 268 એક્ટિવ કેસ છે, તો 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 263 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,485 લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 98.75 ટકા છે. 

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, વડોદરા કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3,આણંદ 3, સુરત કોર્પોરેશન 3, જામનગર 2, નવસારી 2, અમરેલી 1, બનાસકાંઠા 1, ભરૂચ 1, ભાવનગર 1, દાહોદ 1, ગીર સોમનાથ 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, વડોદરા 1, વલસાડ 1 કેસનો સમાવેશ થાય છે.

 રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જેમ કે અમદાવાદ, અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ,  મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને તાપી જિલ્લો મુખ્ય છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 170 લોકોને પ્રથમ અને 10101 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 79542 લોકોને રસીનો પ્રથમ અને 72608 લોકોને રસીનો બીજો ડોઝ આજે લગાવવામાં આવ્યો છે, 18-45 વર્ષના 233552 લોકોને રસીનો પ્રથમ અને 43072 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આ પ્રકારે રાજ્યમાં આજે કુલ 4,39,045 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,26,14,461 લોકોને રસી લગાવવામાં આવી છે. 

Share: