ગુજરાતમાં આજે કોરોનાના 24 કેસ, 74 દર્દી સાજા થયા, રિકવરી રેટ 98.72

ગુજરાતમાં આજે કોરોનાના 24 કેસ, 74 દર્દી સાજા થયા, રિકવરી રેટ 98.72

ગાંધીનગર, 19 જુલાઇ 2021 સોમવાર

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. આજે કોરોના વાયરસના માત્ર 24 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 74 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,13,998 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. 

આજનાં સુખદ સમાચાર એ છે કે આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી, રાજ્યના કુલ મૃત્યુઆંક 10,076 પહોચ્યો છે. જ્યારે રિકવરી રેટ 98.72 થયો છે. રાજ્યમાં કુલ 443 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 06 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4943 પર પહોંચી ગઈ છે. 

અમદાવાદ અને સુરત શહેરમાં 5-5 કેસ,  ભરૂચ અને વડોદરામાં 3-3 કેસ, બનાસકાંઠા, ગીર સોમનાથ, જુનાગઢ શહેર, ખેડા,મોરબી, રાજકોટ શહેર, વડોદરા, વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. બીજી વેવમાં રાજ્યમાં સતત એક સપ્તાહથી 50થી ઓછા કેસ નોઁધાયા છે.    

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ   કે અમદાવાદ કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશન 5, ભરૂચ 3, વડોદરા કોર્પોરેશન 3, બનાસકાંઠા 1, ગીર સોમનાથ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, ખેડા 1, મોરબી 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા 1, વલસાડ 1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે એવા પણ જિલ્લા છે, જ્યાં આજે એક પણ કેસ નોંધાયો નથી જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, કચ્છ, મહિસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને તાપીનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે 3,92,953 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. તે  સાથે જ કુલ રસીકરણનો આંક 2,97,34,497 પર પહોંચ્યો છે.

Share: