ગુજરાતમાં આજે કોરોનાના નવા 23 કેસ, એક દર્દીનું મોત, કુલ મૃત્યુઆંક 10077

ગુજરાતમાં આજે કોરોનાના નવા 23 કેસ, એક દર્દીનું મોત, કુલ મૃત્યુઆંક 10077

ગાંધીનગર, 6 ઓગસ્ટ 2021 શુક્રવાર

રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ હવે વિરામ લેતું જોવા મળી રહ્યું છે, ત્રીજી લહેરની આશંકા વચ્ચે આજે રાજ્યમાં નવા 23 કેસ નોંધાયા છે. દરમિયાન 24 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે એક દર્દીનું મોત થયું છે, હાલમાં કુલ 204 એક્ટિવ કેસ છે અને 05 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 199 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,720 લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે, જ્યારે કુલ મૃત્યુઆંક 10077 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,14,720 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા છે. 

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, આણંદ 4, સુરત કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 3, અમરેલી 1, ભાવનગર 1,  જૂનાગઢમાં 1, ખેડા 1, નવસારી 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, વડોદરા 1 કેસનો સમાવેશ થાય છે.

રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જેમ કે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ,ભાવનગર કોર્પોરેશન,બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ,જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ મુખ્ય છે. 

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ હેઠળ આજે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 65 વર્કર્સને પ્રથમ અને 6612 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 135057 નાગરિકોને રસીનો પ્રથમ અને 72103 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો. 18-45 વર્ષનાં 354618 નાગરિકોને રસીનો પ્રથમ અને 24808 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજે કુલ 5,93,263 રસીના ડોઝ લગાવવામાં આવ્યા, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,55,94,297 રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે.

Share: