ગુજરાતમાં આજે કોરોનાનાં 37 કેસ, 1 દર્દીનું મોત, રિકવરી રેટ 98.71 ટકા

ગુજરાતમાં આજે કોરોનાનાં 37 કેસ, 1 દર્દીનું મોત, રિકવરી રેટ 98.71 ટકા

ગાંધીનગર, 17 જુલાઇ 2021 શનિવાર

રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ ઘટી રહ્યું છે, આજે કોરોના વાયરસના 37 પોઝિટિવ કેસ નોંધાયા છે.  જ્યારે સુરતમાં કોરોનાથી એક દર્દીનું મોત થયુ છે, રાજ્યના કુલ મૃત્યુઆંક 10,075 થયો છે. આજે 110 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે, અત્યાર સુધીમાં કુલ 8,13,853 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, રાજ્યમાં કુલ 532 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 06 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં રિકવરી રેટ 98.71 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશન 6, સુરત કોર્પોરેશન 5, વડોદરા કોર્પોરેશન 4, મહેસાણા 3, સાબરકાંઠા 2, સુરેન્દ્રનગર 2, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર કોર્પોરેશન, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન, સુરત, વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં 10 થી ઓછા દૈનિક કેસ નોંધાયા છે જ્યારે 15થી વધુ જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. જેમ કે અમદાવાદ, અમરેલી, અરવલ્લી, ભાવનગર, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ખેડા, કચ્છ, મહીસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, તાપી, વલસાડનો સમાવેશ થાય છે.

રાજ્યમાં 3,13,740 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,93,41,544 પર પહોંચ્યો છે.

Share: