ગુજરાતમાં આજે કોરોનાનાં માત્ર 19 કેસ, 17 દર્દી ડિસ્ચાર્જ, એક પણ મોત નહીં

ગુજરાતમાં આજે કોરોનાનાં માત્ર 19 કેસ, 17 દર્દી ડિસ્ચાર્જ, એક પણ મોત નહીં

ગાંધીનગર, 9 ઓગસ્ટ 2021 સોમવાર

રાજ્યમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા વચ્ચે આજે રાજ્યમાં કોરોનાનાં માત્ર 19 કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં આજે એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. તેથી રાજ્યમાં કુલ મૃત્યુંઆંક 10,077 પર સ્થિર છે.

અત્યાર સુધીમાં કુલ દર્દીઓમાંથી 8,14,778 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે રાજ્યમાં કુલ 209 એક્ટિવ કેસ છે, અને 05 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 204 દર્દીઓની હાલત સ્ટેબલ છે.  હાલમાં રાજ્યનો રિકવરી રેટ 98.75% છે.

રાજ્યમાં આજે નોંધાયેલા કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે રાજકોટ કોર્પોરેશન 5, અમદાવાદ કોર્પોરેશન 3, સુરત 2, સુરત કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, અમદાવાદ 1, ભાવનગર 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, વડોદરા 1 કેસનો સમાવેશ થાય છે.

રાજ્યમાં કેટલાક જિલ્લા એવા પણ છે, જ્યાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નોંધાયો નથી, જેમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ,  ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ,  સાબરકાંઠા,  સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ મુખ્ય છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે 5,51,121 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,71,32,599 રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે. 

Share: