ગુજરાતના ચીફ જસ્ટિસ તરીકે SC કોલેજીયમે સોનિયા ગોકાણીના નામની કરી ભલામણ

ગુજરાતના ચીફ જસ્ટિસ તરીકે SC કોલેજીયમે સોનિયા ગોકાણીના નામની કરી ભલામણ

અમદાવાદ, તા.09 ફેબ્રુઆરી-2023, ગુરુવાર

સુપ્રીમ કોર્ટે આજે ગુજરાતના ચીફ જસ્ટિસ તરીકે સિનિયર જજ સોનિયા ગોકાણીના નામની ભલામણ કરી છે. મહત્વનું છે કે સોનિયા સોકાણી ગુજરાત હાઇકોર્ટમાં સિનિયર મોસ્ટ જજ છે.

જસ્ટિસ ગોકાણીના નામની ભલામણ કરતા કોલેજીયમે કહ્યું કે, તેઓ સંપૂર્ણ રીતે ગુજરાતના ચીફ જસ્ટિસ પદ માટે યોગ્ય છે. તેમની કાર્યશૈલી અને ટ્રેક રેકોર્ડ તમામને જોતા ગુજરાતમાં હાલના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર બાદ સોનિયા ગોકાણીને આ પદ આપવા માટે ભારપૂર્વક ભલામણ કરીએ છીએ. 

મહત્વનું છે કે ચીફ જસ્ટિસ અરવિંદ કુમારનું નામ ગત મહિને કોલેજીયમ દ્વારા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે ભલામણ કરાયું છે. જેના કારણે તેઓ હવે સુપ્રીમ કોર્ટ જશે. આ બાજુ સોનિયા ગોકાણી પણ 25 ફેબ્રુઆરી 2023 ના રોજ નિવૃત્ત થવાના છે, જેના કારણે કોલેજીયમે તાત્કાલિક તેમની નિવૃત્તિ પહેલા તેમને ગુજરાતના ચીફ જસ્ટિસ પદે નિમણુક કરાય તેવી ભલામણ કરી છે.

Share: