ગુજરાતઃ પૂર્વ કોંગ્રેસી નેતા જયરાજસિંહ મંગળવારે જોડાશે ભાજપમાં

ગુજરાતઃ પૂર્વ કોંગ્રેસી નેતા જયરાજસિંહ મંગળવારે જોડાશે ભાજપમાં


– કોંગ્રેસમાંથી રાજીનામુ આપતી વખતે તેમણે પાર્ટી છોડી છે, રાજકારણ નહીં તેમ પણ જણાવ્યું હતું

અમદાવાદ, તા. 20 ફેબ્રુઆરી, 2022, રવિવાર

પૂર્વ કોંગ્રેસી નેતા અને પ્રવક્તા જયરાજસિંહ પરમાર મંગળવારે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. તેઓ આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને મળ્યા હતા અને તેમણે પોતે તા. 22 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારે 11:00 કલાકે કમલમ ખાતે ભાજપમાં જોડાશે તેવી જાહેરાત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું અને ત્યારથી તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ જેરમાં આવી હતી. તેમણે રાજીનામુ આપતી વખતે કાર્યકરોને સંબોધીને 2 પાનાનો પત્ર પણ લખ્યો હતો જેમાં પોતે પાર્ટી છોડી છે, રાજકારણ નહીં તેમ જણાવ્યું હતું. તેમણે પક્ષની સિસ્ટમથી કંટાળીને ગુજરાત કોંગ્રેસ સાથેના 37 વર્ષના સંબંધને તોડ્યો હોવાનો આક્રોશ પણ ઠાલવ્યો હતો. 

ક્લિક કરોઃ મિત્રો, હવે તમારો ભાઈ થાક્યો છે, લડવાથી નહીં પરંતુ લડવા નહી માંગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છે

Share: