×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતઃ કયા કયા ધારાસભ્યો બનશે મંત્રી, શપથ ગ્રહણ માટે કોને આવ્યો ફોન? જાણો લિસ્ટ


- વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને હવે સમગ્ર કેબિનેટને બદલવા તૈયારી 

નવી દિલ્હી, તા. 16 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાની સમગ્ર સરકારમાં ફેરફાર કરી દીધો છે. પહેલા વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને હવે સમગ્ર કેબિનેટને બદલવા તૈયારી થઈ રહી છે. 

ગુરૂવારે બપોરે ગુજરાતની નવી કેબિનેટ શપથ ગ્રહણ કરશે અને તેના પહેલા ધારાસભ્યોને ફોન પહોંચવાનું શરૂ થઈ ગયું છે. જેમને ફોન પહોંચી રહ્યા છે તેઓ મંત્રી બનવાના પ્રબળ દાવેદાર છે. અત્યાર સુધીમાં આટલા લોકોને ફોન આવી ચુક્યો છે-

કનુ દેસાઈ, સાણંદ

દુષ્યંત પટેલ

બ્રિજેશ મેરજા, મોરબી 

મનિષા વકીલ, વડોદરા સિટી

દેવા માલમ, કેશોદ

જીતુ વાઘાણી, ભાવનગર

કિરીટસિંહ રાણા, લીમડી

હર્ષ સંઘવી, મજુરા  (સુરત)

નરેશ પટેલ, ગણદેવી

ઋષિકેશ પટેલ, વિસનગર

અરવિંદ રૈયાણી, રાજકોટ ઈસ્ટ 

મુકેશ પટેલ, ઓલપાડ

જીતુ ચૌધરી, કપરાડા

કુબેર ડિંડોર, સંતરામ

નવા મંત્રી મંડળમાં 3 આદિવાસી ચહેરાને જગ્યા મળી શકે છે. તેમાં નરેશ પટેલ, કુબેર ડિંડોર, જીતૂ ચૌધરીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં બુધવારે મંત્રીમંડળ વિસ્તારની વાત સામે આવી હતી પરંતુ જ્યારે આખી કેબિનેટ બદલવામાં આવશે તેવી જાણ થઈ ત્યારે કેટલાક ધારાસભ્યો અને મંત્રીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. તેવામાં વિવાદને કારણે શપથ ગ્રહણ કાર્યક્રમ એક દિવસ પાછો ઠેલવામાં આવ્યો હતો.