ખેડૂત આંદોલન 35 મહિના ચાલશે, ત્રણ કાયદા રદ કરવાથી ઓછું સ્વીકારાશે નહીં : રાકેશ ટીકૈત

ખેડૂત આંદોલન 35 મહિના ચાલશે, ત્રણ કાયદા રદ કરવાથી ઓછું સ્વીકારાશે નહીં : રાકેશ ટીકૈત

નવી દિલ્હી, 24 જુલાઇ 2021 શનિવાર

ભારતીય કિસાન સંઘના પ્રવક્તા રાકેશ ટીકૈત શનિવારે દિલ્હી-જયપુર હાઇવે પર સ્થિત ખેડા બોર્ડર પર ખેડૂત આંદોલનમાં પહોંચ્યા. તેમણે કહ્યું કે સરકાર પોતાની જીદ પર અડગ છે, તેથી હવે આગામી 35 મહિના સુધી ખેડૂત આંદોલન ચાલશે. સરકાર શરતો સાથે વાત કરવા માંગે છે, પરંતુ ત્રણ કાયદાને રદ કરવાથી ઓછું સ્વીકારાશે નહીં.

હરિયાણા સરકારની સખ્ત વલણના સવાલ પર ટિકૈતે કહ્યું કે, ખેડૂતો હરિયાણા સરકારની સખ્ત વલણની રાહ જોઇ રહ્યા છે. ખેડુતો કોઈ પણ કિંમતે ડરશે નથી. સરહદ પર ખેડુતોની સંખ્યા ઓછી હોવાના સવાલ પર ટિકૈતે કહ્યું કે રણનિતી મુજબ આવું કરવામાં આવી રહ્યું છે, જો સરકાર અમારૂ શક્તિ પ્રદર્શન જોવા માંગે છે, તો ફરી એક વાર 5 લાખ ટ્રેક્ટર દિલ્હી પહોંચશે.

ગુરનામ ચઢૂનીનાં અલગ થવા અંગેના સવાલ પર ટિકૈતે કહ્યું હતું કે, વિચારો અલગ થવાને કારણે આવું કરવામાં આવ્યું છે. કિસાન મોરચો ચૂંટણી લડવાની તરફેણમાં નથી, પરંતુ ચઢૂની ચૂંટણી લડવા ઇચ્છતા હતા. તે પણ ટૂંક સમયમાં આવી જશે અને તેમનું મન પણ બદલાઈ જશે.

ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ ખેડુતોને મવાલી કહેવાના પ્રશ્નના પર તેમણે કહ્યું હતું કે ખેડુતો મહિલાઓનું સન્માન કરે છે, પરંતુ કેટલાક લોકો આવું કરાવી રહ્યા છે. ખેડૂત તેના હકની લડાઇ લડતો રહેશે.

Share: