×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કરવા માટે પોપ સ્ટાર રિહાનાએ 18 કરોડ રુપિયા લીધા : રિપોર્ટ

- ખેડૂત આંદોલનના સમર્થનમાં ગ્લોબલ કેમ્પેઇનની શરુઆત કરવા પાછળ પીજેએફનો હાથ

નવી દિલ્હી, તા. 5 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

ભારતમાં ચાલતા ખેડૂત આંદલનના સમર્થનમાં આતંરરાષ્ટ્રીય હસ્તીઓએ કરેલા ટ્વિટ બાદ તે અંગે અવનવા ખુલાસા અને તર્કો રજૂ થઇ રહ્યા છે. ત્યારે હવે એક નવો અને આશ્ચર્યજનક ખુલાસો થયો છે કે અમેરિકાની પોપ સ્ટાર રિહાનાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કરવા માટે લગભગ અઢી મિલિયન યુએસ ડોલર એટલે કે 18 કરોડ રુપિયા લીધા છે. ધ પ્રિંટમાં પ્રકાશિત એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

 રિપોર્ટમાં દાવો કરાયો છે કે રિહાનાએ ખાલિસ્તાની સમર્થક એક પીઆર ફર્મ પાસેથી આ પૈસા લીધા છે. કેનેડાના પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનના સંસ્થાપક એમઓ ધાલીવાલ સ્કાઇરોઇટ નામની આ ફર્મના ડાયરેક્ટર છે. આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ખેડૂત આંદોલનના સમર્થનમાં ગ્લોબલ કેમ્પેઇનની શરુઆત કરવા પાછળ પીજેએફનો હાથ છે. આ સંગઠન પાઠળ શક્તિશાળી અલગાવવાદી લોકોનો હાથ છે. આ લોકો ખાલિસ્તાનના સમર્થક છે.

પીજેએફની વેબસાઇટ પર પણ જિ શકાય છે કે તે અત્યારે સૌથી વધારે એક્ટિવ ખેડૂત આંદોલનને લઇને છે. તો પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ દ્વારા જે ટૂલકિટ શેર કરવામાં આવી હતી તેને પણ કેનેડાના આ પીજેએફ ફાઉન્ડેશન દ્વારા જ તૈયાર કરવામાં આવી છે.

આ બધઆ વચ્ચે શુક્રવારે દિલ્હી પોલીસે આ સંસ્થાને લઇને મોટો દાવો કર્યો છે. દિલ્હી પોલીસે કહ્યું કે ખેડૂત આંદલનની આડમાં સંસ્થાના સ્થાપક એમઓ ધાલીવાલ ખાલિસ્તાની ચળવળને વેગ આપવા માંગે છે.