×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂતો બેકાબૂ બન્યા તો શું ગોળી મરાવી દઈએ? ખેડૂત આગેવાન નરેશ ટિકૈત

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2021, મંગળવાર

ખેડૂત આંદોલનના ભાગરુપે આજે યોજાનારી ટ્રેકટર માર્ચ શાંતિપૂર્ણ રીતે નીકાળાશે તેવો વાયદો ખેડૂત આગેવાનોએ કર્યો હતો. જોકે સ્થિતિ એવી સર્જાઈ છે કે, ખેડૂતો બેકાબૂ બનીને દિલ્હીમાં ઘૂસી ગયા છે અને ઠેર ઠેર હિંસા ફાટી નીકળી છે.

ખેડૂતો અલગ અલગ બોર્ડર પરથી દિલ્હી પોલીસની બેરિકેડ તોડીને દિલ્હીમાં પ્રવેશ્યા છે.હાલમાં પોલીસ તેમને રોકવાનો પ્રયત્ન કરી રહી છે. બીજી તરફ ખેડૂતો બેકાબૂ બન્યા છે તે અંગે પૂછાયેલા સવાલના જવાબમાં ખેડૂત નેતા નરેશ ટિકૈતે એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, ખેડૂતો કાબૂમાં નથી તો તેમને ગોળી મરાવી દઈએ?

તેમણે હિંસા પર ઉતરેલા ખેડૂતોને માર્ગ ભૂલેલા ગણાવ્યા હતા.બીજી તરફ અન્ય એક ખેડૂત રાકેશ ટિકૈતે તો સ્પષ્ટપણે કહ્યુ હતુ કે, ખેડૂતો તોડફોડ કરી રહ્યા છે કે બેકાબૂ બન્યા છે તેવુ મારી જાણકારીમાં નથી. સાથે સાથે કહ્યુ હતુ કે, ટ્રેકટર માર્ચ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે.

તેમણે ટ્રેકટર રેલી શરુ થઈ તે પહેલા જ કહ્યુહ તુ કે, અમને જે રુટ આપવામાં આવ્યો છે તે રુટ પરથી જ રેલી પસાર થશે.ખેડૂતોનુ આંદોલન ખતમ નહીં થાય અને નિયમોનુ પાલન કરવામાં આવશે.

જોકે ટ્રેક્ચર માર્ચ કાઢી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે હવે ઠેર ઠેર ઘર્ષણ થઈ રહ્યુ છે.