×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂતોની ટ્રેક્ટર પરેડને લઇને પાકિસ્તાનમાં 308 ટ્વિટર એકાઉન્ટ બન્યા, અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર : દિલ્હી પોલીસ

નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી 2021, રવિવાર

પ્રજાસત્તાક દિવસ પર યોજાનાર ખેડૂતની ટ્રેક્ટર પરેડને દિલ્હી પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ અંગે પોલીસ દ્વારા સતત એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થઇ શકે છે. જેના કારણે રાજધાની દિલ્હીનું આ શાંતિપૂર્ણ વાતાવરણ પણ ડહોળાઇ શકે છે. ત્યારે હેવે પોલીસ દ્વારા અન્ય એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. 

પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાનની અંદર ખેડૂતોની ટ્રેક્ટર પરોડને લઇને 308 ટ્વિટર હેન્ડલ શરુ થયા છે.  ટ્વિટર હેન્ડલ ટ્રેક્ટર પરેડમાં અશાંતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે શરુ થયા હોય તેમ પોલીસનું કહેવું છે. જો કે આ અંગે હવે પોલીસ એલર્ટ થઇ છે. 

ઉલ્લેખની ય છે કે પોલીસે ખેડૂતોને શરતોને આધીન દિલ્હીમાં ત્રણ જગ્યા પર પરેડ કાઢવાની મંજૂરી આપી છે. આ ત્રણ રુટમાં સિંધુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાજીપુર બોર્ડરનો સમાવેશ થાય છે. આ ત્રણે રુટ પર અનુક્રમે 62, 63 અને 46 કિલોમીટર લાંબી ટ્રેક્ટર પરેડ નિકળશે. 

ત્યારે આ બધા વચ્ચે પોલીસે જણાવ્યું કે તેમને ઇન્ટેલિજન્સ એજન્સિઓ દ્વારા આ ઇનપુટ મળ્યા છે. ખેડૂતોની આ ટ્રેક્ટર રેલીની શાંતિને ડહોળવાના પ્રયાસો સરહદ પારથી કરવામાં આવી રહયા છે. પાકિસ્તાનમાં 308 જેટલા ટ્વિટર હેન્ડલ બન્યા છે જેઓ ટ્રેક્ટર પરેડને લઇને અફવા અને શાંતિ ભંગ કરવાના પ્રયાસ કરી રહ્યા છે.

સ્વરાજ ઇન્ડિયાના પ્રમુખ અને ખેડૂત આંદોલનમાં સ્કરિય નેતા યોગેન્દ્ર યાદવે પોલીસને વિશ્વાસ અપાવ્યો છે કે આ ટ્રેક્ટર પરેડ એકદમ શાંતિપૂર્ણ રીત કાઢવામાં આવશે.  તેમણે ખેડૂતોને અપીલ પણ કરી હતી કે તેઓ માત્ર ટ્રેક્ટર લઇને પરેડમાં આવે ટ્રોલીઓને ના લાવે.