ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના ઘરમાં કોરોનાની એન્ટ્રી, પુત્રી સહિત પરિવારના ચાર સભ્યો સંક્રમિત

ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના ઘરમાં કોરોનાની એન્ટ્રી, પુત્રી સહિત પરિવારના ચાર સભ્યો સંક્રમિત

મુંબઈ, તા. 5. જાન્યુઆરી. 2022 બુધવાર

ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી તાજેતરમાં કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેઓ સાજા પણ થઈ ગયા છે.જોકે કોરોના હવે તેમના ઘરમાં પ્રવેશી ચુકયો છે.

ગાંગુલીના પરિવારના ચાર સભ્યોને કોરોના થયો છે અને તેમાં તેમની પુત્રી સનાનો પણ સમાવેશ થાય છે.પરિવારના તમામ સભ્યો ઘરમાં જ આઈસોલેટ થયા છે.

ગાંગુલી ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થયા હતા.જોકે તેમના પરિવારના સભ્યો કયા વેરિએન્ટથી પોઝિટિવ આવ્યા છે તે હજી જાણવા મળ્યુ નથી.પરિવારના સંક્રમિત થયેલા બીજા સભ્યોમાં ગાંગુલીના ભાઈ દેબાશિષ ગાંગુલી, પુત્રી સના ગાંગુલી, બે સભ્યો સુવરોદીપ ગાંગુલી અને જાસ્મિન ગાંગુલીનો સમાવેશ થાય છે.

સૂત્રોનુ કહેવુ છે કે, સનામાં સાધારણ લક્ષણો જ જોવા મળ્યા છે.ગયા સપ્તાહે સના અને ગાંગુલીની પત્નીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તે વખતે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

Share: