કોવિશિલ્ડ રસીનાં બે ડોઝ વચ્ચેનો સમયગાળો સરકાર ઘટાડી શકે છે, જાણો શા માટે?

કોવિશિલ્ડ રસીનાં બે ડોઝ વચ્ચેનો સમયગાળો સરકાર ઘટાડી શકે છે, જાણો શા માટે?

નવી દિલ્હી, 24 ઓગસ્ટ 2021 મંગળવાર

કેન્દ્રની મોદી સરકાર હવે કોવિશિલ્ડ રસીનાં બે ડોઝ વચ્ચેનો સમયગાળો ઘટાડી શકે છે,સરકાર આ સમયાત્તરને 12 સપ્તાહથી ઘટાડીને 8 સપ્તાહનું કરી શકે છે.

આ સમયગાળા નક્કી કરનારી સંસ્થા ઇન્ડિયન એસોસિયેશન ઓફ પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન (IAPSM) એ સુચન કર્યું છે, કે હાલનાં સમય ગાળાને ઘટાડવો જોઇએ.

IAPSM નાં આ સુચન પર સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે, અને ખુબ ઝડપથી તે અંગે નિર્ણય પણ લેશે. 

IAPSM ની દલીલ છે કે આવું કરવાથી સામાન્ય લોકોને જલદી વેક્સિનનાં બંને ડોઝ લગાવી શકાશે, અને તેનાથી કોરોના વાયરસ સંક્રમણનું જોખમ પણ ઘણું ઘટી શકે છે.

IAPSM એ જે રિપોર્ટ તૈયાર કર્યો છે તે મુજબ જે લોકોએ બંને ડોઝ લીધા છે, તેમની તુલનામાં એક જ ડોઝ લેનારાને સંક્રમણનું જોખમ વધું રહે છે.

આ બાબત અંગે IAPSMનાં ડિરેક્ટર ડો. સુનીલા ગર્ગનું કહેવું છે કે ડેલ્ટા વેરિયેન્ટનાં કારણે લોકોમાં સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાય છે, અને સરકાર તેમના સુચન પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.

ડો. સુનીલાએ સરકારને તે પણ સુચન કર્યું છે કે જે લોકો સંક્રમિત થઇ ચુક્યા છે તેમને હાલ રસી લગાવવાની કોઇ જરૂર નથી, તેમની પ્રાથમિક્તા એ લોકો અંગે છે જેને હજુ સુધી કોરોનાનું સંક્રમણ થયું નથી, તેમનું રસીકરણ કરવાની ખાસ જરૂર છે.

Share: