કોલવડામાં અમિત શાહના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ, પ્રતિ મિનિટે 280 લિટર ઓક્સિજનનું થશે ઉત્પાદન

કોલવડામાં અમિત શાહના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ, પ્રતિ મિનિટે 280 લિટર ઓક્સિજનનું થશે ઉત્પાદન

ગાંધીનગર, તા. 24 એપ્રિલ 2021, શનિવાર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે આવ્યા છે. કન્વેનશન સેન્ટર ખાતે DRDO દ્વારા બનાવવામાં આવેલા કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી. દરમિયાન આજે ગાંધીનગર પાસે આવેલા કોલવડામાં આજે ગૃહપ્રધાન અમિત શાહે ઓક્સિજન પ્લાન્ટનુ ઉદ્દઘાટન કર્યુ હતું.

કોલવડાની કોવિડ હોસ્પિટલમાં 280 લિટર પ્રતિ મિનિટની ક્ષમતાનો પ્લાન્ટ તૈયાર કરાયો છે. સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થીત રહ્યા હતાં.

અહી એક દિવસમાં 400 ક્યુબીક મીટર ઓક્સિઝનનું આ પ્લાન્ટથી ઉત્પાદન થશે. અહી 65થી 70 જંબો સિલિન્ડર ભરાય તેટલી આ પ્લાન્ટની ક્ષમતા છે. અહીની આયુર્વેદિક હોસ્પિટલમાં 200 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં ઓક્સિઝનના 100 બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અમિત શાહ કન્વેનશન સેન્ટર પહોંચ્યા ત્યારે આરોગ્ય સચિબ જયંતિ રવિ, કે કૈલાશનાથન, AMC ના કમિશનર મુકેશ કુમાર, રાજીવ ગુપ્તા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. અમિત શાહે તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં તમામ અધિકારીઓનો ઉધડો લીધો હતો. 

Share: