×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના વાયરસની ત્રીજી લહેર આવશે જ, તેને ટાળી નહીં શકાય : સરકારના મુખ્ય વૈજ્ઞનાનિક સલાહકારની ચેતવણી

- કેન્દ્ર સરકારના પ્રમુખ વિજ્ઞાની સલાહકાર વિજય રાધવને પ્રેસ કોન્ફરન્સ યોજી

- ત્રીજી લહેર ક્યારે આવશે અને કેટલી ઘાતક હશે તે કહેવું મુશ્કેલ, અત્યારથી તૈયારી કરવા માટે કહ્યું

નવી દિલ્હી, તા. 5 મે 2021, બુધવાર

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ કાબૂ બહાર છે. અત્યારે દરરોજ કોરોનાના નવા સાડા ત્રણ લાખ કેસ આવી રહ્યા છે. એક તરફ દેશમાં અત્યારે ઓક્સિજનની અછતને કારણે સ્થિતિ ભયાનક ઉભી થઇ છે. જમાં દરદરોજ સાડ ત્રણ હજાર લોકોના મોત થયા છે. આ બધા વચ્ચે વધારે એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના પ્રમુખ વિજ્ઞાની સલાહકાર વિજય રાધવને બુધવારે કોરોના વાયરસની ત્રીજી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસની ત્રીજી લહેર આવશે જ. 

રાઘવને કહ્યું કે અત્યાર સુધી કોરોના વાયરસનો જે રીતે ફેલાવો થઇ રહ્યો છે, તેને જોતા કહી શકાય કે કોરોના વાયરસની ત્રીજી લહેર અવશ્ય આવશે. જેના માટે આપણે અત્યારથી જ તૈયારી કરવી પડશે. વિજય રાઘવને દેશમાં કોરોના વાયરસની સ્થિતિને લઇને એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જમાં તેમણે આ માહિતિ આપી છએ. તેમણે કહ્યું કે કોરોના વાયરસની ત્રીજી લહેર ક્યારે આવશે અને કેટલી ઘાતક હે તે કહી ના શકાય. પરંતુ આ લહેરને રોકી શકાશે નહીં.

તેમણે કહ્યું કે કોરોના વાયરસની બીજી લહેરનો પીક આ મહિનાના અંત સુધીમાં આવી શકે છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસના નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે, જેના કારણે વાયરસનો ફેલાવો વધ્યો છે. કોરોનાના નવા સ્ટ્રેન સામે લડવા માટે આપણે વેક્સિનને પણ અપડેટ કરવી પડશે. 

આ જ પ્રેસ કોન્ફરન્સમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3,82,315 નવા કેસ નોંધાયા છે. દેશના 12 રાજ્યો એવા છે કે જ્યાં એક લાખ કરતા વધારે એક્ટિવ કેસ છે. તો 50,000થી 1,00,000 વચ્ચે એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોની સંખ્યા સાત છે. તો 17 રાજ્યોમાં એક્ટિવ કેસની સંખ્યા 50,000 કરતા પણ ઓછી છે.