કોરોના વાયરસના 'R' ફેક્ટરે ચિંતા વધારી, જાણો આ 'R' ફેક્ટર શું છે?

કોરોના વાયરસના 'R' ફેક્ટરે ચિંતા વધારી, જાણો આ 'R' ફેક્ટર શું છે?

નવી દિલ્હી, 3 જુલાઇ 2021 મંગળવાર

ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) એ મંગળવારે જણાવ્યું કે ભારતના 8 રાજ્યોમાં કોવિડ -19 નું R- ફેક્ટર અથવા પ્રજનન દર 1 થી ઉપર છે. આઠ રાજ્યોમાં એક ઉપર R ફેક્ટર હોવાનો અર્થ એ છે કે કોરોના વાયરસનું સંક્રમણ ફરી ફેલાવા લાગ્યું છે.

જે આઠ રાજ્યોની વાત કરવામાં આવી રહી છે તેમાં કેરળનો પણ સમાવેશ થાય છે. ગયા અઠવાડિયે, કોવિડ -19 નાં કુલ કેસોમાંથી 49.85 ટકા કેરળમાંથી નોંધાયા છે. છેલ્લા ચાર સપ્તાહમાં, કેરળ અને મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોના 18 જિલ્લાઓમાં કોવિડના દૈનિક નવા કેસો વધતા જોવા મળ્યા છે. સરકારે કહ્યું કે બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 44 જિલ્લાઓમાં 2 ઓગસ્ટના રોજ સમાપ્ત થતા સપ્તાહમાં કોરોના વાયરસનો સાપ્તાહિક સંક્રમણ દર 10 ટકાથી વધુ છે.

રાજ્યમાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ

આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે 10 મેના રોજ દેશમાં 37 લાખ એક્ટિવ કેસ હતા, જે હવે ઘટીને 4 લાખ પર આવી ગયા છે. એક રાજ્ય એવું છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે અને 8 રાજ્યો એવા છે જ્યાં 10,000 થી 1 લાખ એક્ટિવ કેસ છે. જ્યારે 27 રાજ્યો એવા છે જ્યાં 10,000 થી ઓછા એક્ટિવ કેસ છે. લવ અગ્રવાલે કહ્યું કે વિશ્વભરમાં મોટી સંખ્યામાં કોરોના વાયરસનાં નવા કેસ નોંધાઈ રહ્યા છે અને રોગચાળો હજી સમાપ્ત થયો નથી. જ્યાં સુધી ભારતની વાત છે, બીજી લહેર હજી પૂરી થઈ નથી.

‘R’ ફેક્ટર શું છે?

સરળ ભાષામાં વાયરસના પ્રજનન દરને R વેલ્યુ કહેવાય છે. જેનો અર્થ એ છે કે કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિ દ્વારા સંક્રમિત લોકોની સંખ્યાને R વેલ્યુ કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિ અન્ય વ્યક્તિને ચેપ લગાડે છે, તો અહીં R વેલ્યુ 1 હશે. જો તે બે લોકોને ચેપ લગાડે છે, તો અહીં R વેલ્યુ બે હશે. આવી સ્થિતિમાં, આઠ રાજ્યોમાં આર ફેક્ટર અથવા 1 ના વેલ્યુને પાર કરવાનો અર્થ એ છે કે ત્યાં ચેપની ગતિ ઝડપી થઈ છે.

Share: