×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના કાળમાં IIT દિલ્હીએ બનાવ્યો નેનોશોટ સ્પ્રે, 96 કલાક કરે છે કામ


- વાયરસ, બેક્ટેરિયા, ફૂગ વગેરે તેનો શિકાર બનશે અને તે 10 મિનિટમાં 99.9 ટકા રોગાણુઓને ખતમ કરી દેશે

નવી દિલ્હી, તા. 24 એપ્રિલ, 2021, શનિવાર

આઈઆઈટી દિલ્હીએ સ્ટાર્ટઅપ તરીકે એક એવો સ્પ્રે વિકસિત કર્યો છે જે સપાટી પર 96 કલાક એટલે કે 4 દિવસો સુધી પ્રભાવી રહે છે. આ સ્પ્રે વાયરસ અને બેક્ટેરિયાને મારવા માટે પ્રભાવી હોવા ઉપરાંત જૈવિક અને આલ્કોહોલ ફ્રી પણ છે. તે જમીન, કપડા અને વાસણ સિવાયની તમામ સપાટીને સાફ કરવાની ક્ષમતા ધરાવે છે. 

આઈઆઈટી દિલ્હીના સ્ટાર્ટઅપ રામજા જેનોસેંસરે આ વસ્તુ બનાવવાનો દાવો કર્યો છે. નેનોશોટ સ્પ્રે તૈયાર કરનારી ટીમે કરેલા દાવા પ્રમાણે આ બહુઉદ્દેશીય કાર્બનિક હાઈબ્રિડ સરફેસ કીટાણુનાશક સ્પ્રેનો એક શોટ 4 દિવસ માટે પ્રભાવી રહેશે. રમજા જેનોસેંસરના સંસ્થાપક ડૉ. પૂજા ગોસ્વામીના કહેવા પ્રમાણે સપાટી પર એપ્લાય કર્યાની 30 સેકન્ડની અંદર નેનોશોટ બેક્ટેરિયા અને વાયરસને મારવાનું શરૂ કરી દે છે તે ટેસ્ટેડ અને પ્રમાણિત થઈ ચુક્યું છે. વાયરસ, બેક્ટેરિયા, ફૂગ વગેરે તેનો શિકાર બનશે અને તે 10 મિનિટમાં 99.9 ટકા રોગાણુઓને ખતમ કરી દેશે.

નેનોશોટ સંપૂર્ણપણે નોન ટોક્સિક છે અને માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળા NABLમાં પરીક્ષણ દરમિયાન તેનાથી કોઈ એલર્જી, ચકામા કે જલન નથી નોંધાઈ. સ્પ્રે કીટ, શોટ ગન અને નિયમિત સ્પ્રે તરીકે અલગ-અલગ પેકમાં ઉપલબ્ધ આ સ્પ્રે વિવિધ સપાટીઓ પર ઉપયોગમાં લેવામાં ખૂબ સરળ રહેશે.