કોરોના કાળમાં કાવડયાત્રાને મંજૂરી, યુપી સરકારને સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ

કોરોના કાળમાં કાવડયાત્રાને મંજૂરી, યુપી સરકારને સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ

નવી દિલ્હી,તા.14.જુલાઈ.2021

ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનામાં યોજાતી કાવડ યાત્રાનુ આગવુ મહત્વ છે.આ વર્ષે કોરોનાની વચ્ચે યુપી સરકારે કાવડ યાત્રાને મંજૂરી આપ્યા બાદ સુપ્રીમ કોર્ટે હવે કેન્દ્ર સરકાર અને યુપી સરકારને નોટિસ મોકલી છે.

શુક્રવારે આ મામલાની સુનાવણી થશે.દરમિયાન સુપ્રીમ કોર્ટે પીએમ નરેન્દ્ર મોદીએ આપેલી ચેતવણીનો પણ ઉલ્લેખ કરીને કહ્યુ છે કે, ખુદ વડાપ્રધાનનુ પણ માનવુ છે કે, પરિસ્થિતિમાં ઢીલ મુકાય તેમ નથી.

સુપ્રીમ કોર્ટે બુધવારે સવારે જાતે જ આ મામલામાં યુપી સરકારને નોટીસ આપી હતી અને કહ્યુ હતુ કે, 25 જુલાઈથી 6 ઓગસ્ટ સુધી કાવડ યાત્રા યોજાવાની છે અને જ્યારે પીએમ પોતે કહી રહ્યા છે કે, કોરોનાની ત્રીજી લહેરને આપણે રોકવી પડશે અને જરા પણ બેદરકારી પાલવે તેવી નથી.

સુપ્રીમ કોર્ટ આ સંદર્ભમાં યુપી સરકારને શુક્રવારે જવાબ આપવ માટે કહ્યુ છે.

દરમિયાન ઉત્તરાખંડ સરકારે કાવડયાત્રા રદ કરવાની જાહેરાત કરી દીધઈ છે.સીએમ પુષ્કરસિંહ ધામીએ કહ્યુ હતુ કે, રાજ્યમાં કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવ્યો છે ત્યારે લોકોની જીંદગી સાથે રમત કરવી યોગ્ય નથી.સરકાર કોઈ ચાન્સ લેવા માંગતી નથી.

જોકે યુપીમાં કોરોના પ્રોટોકોલ સાથે કાવડયાત્રાના આયોજનની તૈયારીઓ શરુ થઈ ગઈ છે.

Share: