કોરોના અપડેટ! 24 કલાકમાં 10158 કેસ નોંધાયા, બે દિવસમાં થયા ડબલ, એક્ટિવ કેસ 44,998 થયા

કોરોના અપડેટ! 24 કલાકમાં 10158 કેસ નોંધાયા, બે દિવસમાં થયા ડબલ, એક્ટિવ કેસ 44,998 થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 10 હજાર 158 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 44 હજાર 998 થઈ ગઈ છે. 11 તારીખની સરખામણીએ 12 એપ્રિલે કોરોનાના કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે, આ ચેપનો દૈનિક સકારાત્મકતા દર વધીને 4.42 ટકા થઈ ગયો છે. અગાઉના દિવસે કોરોનાના 7,830 નવા કેસ નોંધાયા હતા. રિકવરી રેટની વાત કરીએ તો તે 98.72% છે. દરરોજનો પોઝિટિવિટી રેટ 3.65% છે અને વીકલી પોઝિટિવિટી રેટ પણ 3.83% નોંધાયો હતો. અત્યાર સુધીમાં દેશભરમાં રસીના કુલ 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોનાને કારણે ફરી ચિંતા વધી, જુઓ આ મહિને કઈ તારીખે કેટલા કેસ નોંધાયા 

  • 1.એપ્રિલ: 2993 કેસ
  • 2.એપ્રિલઃ 3823 કેસ
  • 3.એપ્રિલ: 3641 કેસ
  • 4.એપ્રિલ: 3038 કેસ
  • 5.એપ્રિલઃ 4435 કેસ
  • 6.એપ્રિલઃ 5335 કેસ
  • 7.એપ્રિલ: 6050 કેસ
  • 8.એપ્રિલઃ 6155 કેસ
  • 9.એપ્રિલ: 5357 કેસ
  • 10. એપ્રિલ: 5880 કેસ
  • 11.એપ્રિલ: 5676 કેસ
  • 12.એપ્રિલ: 7890 કેસ
  • 13.એપ્રિલ: 10158 કેસ

મહારાષ્ટ્રમાં કોરોનાના આંકડામાં મોટો ઉછાળો

મહારાષ્ટ્રમાં પણ કોરોનાના આંકડામાં મોટો ઉછાળો આવ્યો છે. બુધવારે મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 1115 નવા કેસ મળી આવ્યા હતા જ્યારે 9 દર્દીનું મોત થયું હતું. એક્ટિવ કેસની કુલ સંખ્યા વધીને 5 હજાર 421 થઈ ગયા હતા. 

દિલ્હીમાં વધી રહેલા કેસ પણ ચિંતાનો વિષય છે

દિલ્હીમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે દિલ્હીમાં 24 કલાકમાં 1149 નવા કેસ નોંધાયા હતા અને 1 દર્દીઓના મોત પણ નોંધાયા હતા. હાલમાં, અહીં સૌથી ચિંતાજનક બાબત એ છે કે અહીં સંક્રમણનો દર હજુ પણ 23 ટકાની આસપાસ છે. દિલ્હીમાં એક્ટિવ કોરોના કેસ વધીને 3347 થઈ ગયા છે.

Share: