×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાનો કહેર: રાજ્યમાં આજે 9061 પોઝિટિવ કેસ, 95 દર્દીઓના મોત, કુલ મૃત્યુઆંક 9039

ગાંધીનગર, 15 મે 2021 શનિવાર

ગુજરાતરમાં કોરોના વાયરસનાં કેસમાં થઇ રહેલો ઘટાડો આશ્ચર્યજનક છે. પરંતું ગામડામાં કોરોના સંક્રમણ ચિંતાનો વિષય બન્યું છે, જો કે ટેસ્ટીંગ પણ ઘટ્યું છે જેના કારણે સંક્રમિતોનો આકડો પણ ઘટતો જોવા મળી રહ્યો છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9061 નવા કેસ નોંધાયા છે અને 95 દર્દીના કોરોનાથી મોત થયું છે. જ્યારે કુલ મૃત્યુઆંક 9039 પર થયો છે. રાજ્યમાં આજે 15076 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. અત્યાર સુધી 6,24,107 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે, રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,11,263 પર પહોંચ્યો છે. જેમાંથી 791 દર્દી વેન્ટિલેટર પર અને 1,10,472 લોકોની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 83.84 ટકા છે.  

રાજ્યમાં આજે 95 દર્દીઓના કોરોનાથી મોત થયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 12, સુરત કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન 5, વડોદરા-4, રાજકોટ કોર્પોરેશનમાં 5, જામનગર કોર્પોરેશન-4, મહેસાણામાં 4, જુનાગઢમાં-5, સુરતમાં-6, અમરેલીમાં-3, રાજકોટ-5, જુનાગઢ કોર્પોરેશન-3, સાબરકાંઠા-1, મહીસાગર-1, ગીર સોમનાથ-1, ભાવનગર કોર્પોરેશન-3, બનાસકાંઠા-3, પાટણ-3, કચ્છ-3, અરવલ્લી-1,  જામનગર-3, ગાંધીનગર-2, વલસાડ-2, ભાવનગર-1, ભરૂચ-2, ગાંધીનગર કોર્પોરેશન-1, દેવભૂમિ દ્વારકા-1, સુરેન્દ્રનગર-1,  પોરબંદર-1  અને ડાંગમાં 1 નાં મોતનો સમાવેશ થાય છે. 

રાજ્યનાં વિવિધ શહેરો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2396, સુરત કોર્પોરેશન-598, વડોદરા કોર્પોરેશન 569, વડોદરા-465, રાજકોટ કોર્પોરેશન 274,  જામનગર કોર્પોરેશન-239, મહેસાણામાં 234, જુનાગઢ-232,  આણંદ-229, સુરત-208, અમરેલી-202, રાજકોટ-202, જુનાગઢ કોર્પોરેશન-201, સાબરકાંઠા-191, મહીસાગર-181, ગીર સોમનાથ-175, ભાવનગર કોર્પોરેશન-172, દાહોદ-170, બનાસકાંઠા-167, પાટણ-157, ખેડા-155, કચ્છ-153, અરવલ્લી-140, પંચમહાલ-136, જામનગર-123, ગાંધીનગર-122, વલસાડ-118, ભાવનગર-113, ભરૂચ-108, ગાંધીનગર કોર્પોરેશન-94, દેવભૂમિ દ્વારકા-89, સુરેન્દ્રનગર-75, અમદાવાદ-64, નવસારી-64, નર્મદા-62, પોરબંદર-57, મોરબી-45, છોટાઉદેપુર-41, તાપી-26, બોટાદ-12 અને ડાંગમાં 2 કેસ સાથે કુલ 9061 કેસ નોંધાયા છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે, આજે રાજ્યમાં 31301 લોકોને રસી આપતાની સાથે અત્યાર સુધીમાં 1,47,83,212 લોકોનું કુલ રસીકરણ કરવામાં આવ્યું છે.