કોરોનાની બીજી લહેરથી દેશનાં અર્થતંત્રને જબરદસ્ત ફટકો, IMFનાં અનુમાને ચિંતા વધારી

કોરોનાની બીજી લહેરથી દેશનાં અર્થતંત્રને જબરદસ્ત ફટકો, IMFનાં અનુમાને ચિંતા વધારી

નવી દિલ્હી, 27 જુલાઇ 2021 મંગળવાર

કોરોનાની બીજી લહેરએ ભારતના અર્થતંત્રને જબરદસ્ત ફટકો અસર કરી છે. આ દાવો આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. IMFના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “માર્ચ-મે મહિના દરમિયાન કોરોનાની બીજી લહેરને કારણે ભારતની વૃદ્ધિની સંભાવના ઓછી થઈ ગઇ છે, અને આ ઝટકાથી બહાર આવતા સમય લાગી શકે છે.” અર્થવ્યવસ્થા પર IMFનું આ અનુમાન ભારત સરકારની ચિંતા વધારનારૂ છે.

રિપોર્ટમાં ભારત જેવી ઉભરતી અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓને ડાઉનગ્રેડ કરવામાં આવી છે. જ્યારે તે દેશોની અર્થવ્યવસ્થાને આશા સાથે જોવામાં આવી છે, જેમાં કોરોનાની રસીનું મોટા પ્રમાણમાં રસીકરણ થયું છે. રિપોર્ટ અનુસાર, તે દેશોને વધુ અસર થઈ છે, જ્યાં કોરોના રસી માટે સંઘર્ષ ચાલી રહ્યો છે.

3 ટકાનો ઘટાડો: અત્રે ઉલ્લેખનિય છે કે કોરોનાની બીજી લહેર પહેલા IMF ભારતની અર્થવ્યવસ્થાને આશા સાથે જોઈ રહ્યું હતું. નાણાકીય વર્ષ 2021 માં, IMFએ ભારતનો આર્થિક વિકાસ દર 12.5 ટકા સુધી પહોંચવાની આગાહી કરી હતી. જોકે, મે મહિનામાં કોરોનાની બીજી લહેર પછી, IMFએ તેમાં ત્રણ ટકાનો ઘટાડો કર્યો છે.

વૃદ્ધિ દર 9.5 ટકા: તાજેતરનાં IMFના અનુમાન મુજબ ભારતનો વિકાસ દર 9.5 ટકા હોઈ શકે છે. આ સાથે જ,  IMF દ્વારા નાણાકીય વર્ષ 2022 માટેના વિકાસ દરનાં અનુમાનમાં 1.6 ટકાનો વધારો કરાયો છે. આગામી નાણાકીય વર્ષ એટલે કે 2022 માં દેશનો વિકાસ દર 8.5 ટકાનાં હિસાબે વધી શકે છે.

Share: