કોરોનાની ચોથી લહેર રોકવા, બીજો બૂસ્ટર ડોઝ કેટલો ઉપયોગી ?

કોરોનાની ચોથી લહેર રોકવા,  બીજો બૂસ્ટર ડોઝ કેટલો ઉપયોગી ?

ચીન, જાપાન, સાઉથ કોરિયા અને થાઈલેન્ડ સહિત અનેક દેશોમાં કોરોનાને લઈને ફરી રહેલા પ્રકોપ વચ્ચે ભારતમાં પણ નવી લહેર આવવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર તેને રોકવા માટે તૈયારી કરી રહી છે. તેના સાવચેતી વર્તવા સતત બેઠકો ચાલી રહી છે. સુત્રો અનુસાર, ગઈ કાલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ IMA સાથે બેઠક કરી હતી. જેમાં IMAએ બીજા બૂસ્ટર ડોઝ એટલે કે કોરોના રસીના ચોથા ડોઝની જરૂરિયાતને લઇ વાત રજુ કરી હતી. 

મીટિંગ પછી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખએ જણાવ્યું કે, સરકારને ચોથા ડોઝ પર વિચાર કરવા જરૂર છે. એમાં પણ ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને આ આપવું જરૂરી છે. તેમણે કહ્યું કે, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારો માટે છેલ્લો ડોઝ લગભગ એક વર્ષ પહેલા આપવામાં આવ્યો હતો. આટલા લાંબા સમયગાળા બાદ હવે રોગપ્રતિકારક શક્તિ સમાપ્ત થઈ ગયેલી જોવા મળે છે. તેથી અમારા દ્વારા મંત્રીને રજુવાત રાખવામાં આવી છે કે, તેઓ લોકોને, તેમાં પણ ખાસ કરીને ડૉક્ટરો, નર્સો, હોસ્પિટલના અન્ય સ્ટાફ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે સાવચેતીના પગલે ચોથા ડોઝ પર વિચાર કરે. તેમણે દર્દીઓની સાથે રહી સારવાર આપવાની રહેતી હોય છે તેથી તેઓ સૌથી વધુ જોખમમાં હોય છે.

Share: