કોરોનાકાળમાં પીએફનો સહારોઃ 72 લાખ લોકોએ 24000 કરોડ ઉપાડ્યા

કોરોનાકાળમાં પીએફનો સહારોઃ 72 લાખ લોકોએ 24000 કરોડ ઉપાડ્યા

નવી દિલ્હી,તા.25 જુલાઈ 2021,રવિવાર

કોરોનાની બીજી લહેરમાં લાખો પરિવારોની આર્થિક સ્થિતિ કથળી છે ત્યારે પીએફ એકાઉન્ટ તેમના માટે સહારો બન્યુ છે.

તાજેતરમાં સરકારે આપેલી જાણકારી પ્રમાણે કોરોનાના કારણે આ વર્ષે 72 લાખથી વધારે લોકોએ પીએફ ફંડમાંથી પૈસા ઉપાડ્યા છે. લોકોએ ઉપાડેલી રકમ લગભગ 24000 કરોડ રૂપિયા જેવી થાય છે.

સરકારના શ્રમ મંત્રાલયે જાણકારી આપતા કહ્યુ છે કે, 1 એપ્રિલ 2021 થી 30 જુન 2021 સુધીમાં 72 લાખ ક્લેમ સેટલ કરવામાં આવ્યા છે અને 24000 કરોડ રૂપિયા લોકોને ચુકવાયા છે.

ઉલ્લેખનીય છે કે, આ ત્રણ મહિના દરમિયાન જ ભારતે કોરોનાની બીજી લહેરનો સામનો કર્યો હતો. જેમાં સંખ્યાબંધ લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હતા. ઉપરાંત લોકો પર સારવાર કરાવવા માટે પણ આર્થિક બોજો આવ્યો હતો.

સરકાર તરફથી કોરોના મહામારી દરમિયાન પીએફની રકમ ઉપાડવાનો ઓપ્શન ખાતા ધારકોને અપાયો હતો.

Share: