×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરનાનો કહેર યથાવત: રાજ્યમાં આજે 10,990 નવા કેસ, 118 લોકોનાં કરૂણ મોત, કુલ મૃત્યુઆંક 8629

ગાંધીનગર, 11 મે 2021 મંગળવાર

ગુજરાતમાં કોરોનાનાં ટેસ્ટ ઘટતા કેસ પણ ઘટી રહ્યા છે, જો કે ગામડામાં સંક્રમણ વધી રહ્યું છે, જે ચિંતાનો વિષય બન્યું છે, રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 10990 કેસ નોંધાયા છે. જ્યારે 15198 લોકોએ કોરોનાને હરાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 5,63,133 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્ય છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે 118 લોકોનું કરૂણ મોત થયું છે, તે સાથે જ રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8629 થયો છે. 

રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,31,832 પર પહોંચ્યો છે. જેમાંથી 798 દર્દી વેન્ટિલેટર પર અને 1,31,034 લોકોની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.04 ટકા છે.  

રાજ્યમાં આજે કુલ 118 દર્દીઓનાં કોરોનાથી મોત થયા છે, જેમાં  અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશન-8,  વડોદરા કોર્પોરેશન 6 ,  મહેસાણામાં 6, વડોદરા 4, જામનગર કોર્પોરેશમાં 7, રાજકોટ કોર્પોરેશન 6,  જૂનાગઢ 6, સુરત-5, મહીસાગર-2, ભાવનગર કોર્પોરેશન-2, જુનાગઢ-6, આણંદ-1, જુનાગઢ કોર્પોરેશન-4, રાજકોટ-5, અમરેલી-1, બનાસકાંઠા-2, જામનગર-4,  પંચમહાલ-2, કચ્છ-5, ગીર સોમનાથ-2, અરવલ્લી-3,  ગાંધીનગર-3, સાબરકાંઠા-3, પાટણ-2, ભરુચ-2,  ભાવનગર-1, નવસારી-1, વલસાડ-1, દેવભૂમિ દ્વારકા-2, નર્મદા-1, સુરેન્દ્રનગર-1,  અમદાવાદ-1, તાપી-1, છોટાઉદેપુર-1ના મોતનો સમાવેશ થાય છે. 

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ મુજબ છે, આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3059 , સુરત કોર્પોરેશન-790, વડોદરા કોર્પોરેશન 598,  મહેસાણામાં 418, વડોદરા-459, જામનગર કોર્પોરેશમાં 308, રાજકોટ કોર્પોરેશન 334,   જૂનાગઢ 224, સુરત-265, મહીસાગર-255, ભાવનગર કોર્પોરેશન-253, આણંદ-231, જુનાગઢ કોર્પોરેશન-229, રાજકોટ-219, અમરેલી-212, બનાસકાંઠા-212, જામનગર-208, ખેડા-198,  પંચમહાલ-183, કચ્છ-181, ગીર સોમનાથ-180, અરવલ્લી-166, દાહોદ-158, ગાંધીનગર-157, સાબરકાંઠા-149, પાટણ-145, ભરુચ-142, ગાંધીનગર કોર્પોરેશન-116, ભાવનગર-111, નવસારી-106, વલસાડ-106, દેવભૂમિ દ્વારકા-98, નર્મદા-96, સુરેન્દ્રનગર-91,  અમદાવાદ-68, તાપી-59, મોરબી-51, છોટાઉદેપુર-48, પોરબંદર-43, બોટાદ-34 અને ડાંગમાં 10 કેસ નોંધાયા છે.